________________
૨૨૮
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન
ચારિત્ર ઘણું જ કલંકમય હતું અને સરદાર પૈકી કોઈ પણ સરદાર તેને માનની દૃષ્ટીએ નીહાળતાં નહોતાં, તેમજ તેમનામાં રાણું તરીકેના કેઈ પણ જાતના ગુણ નહાતા રાણાના કઠેર સ્વભાવે મેવાડના મૂખ્ય સરદાર “ સાદ્ધી” પતિને દૂર કર્યા હતા.
જે મહાનુભાવ ઝાલા સરદારે હલદીઘાટના ભયંકર યુદ્ધમાં નિસહાય પ્રતાપના જીવનની રક્ષા કરી સીસેટીઆ કુળની અનંત કૃતજ્ઞતા પ્રાપ્ત કરવાની ચોગ્યતા મેળવી હતી, તેનાજ વંશને રાણા અરિસિંહ (ઉરસિંહ) કઠોરતા પૂર્વક મેવાડના રાજ્યથી અલગ કરી દીધા હતા.
આ પ્રમાણે રાણા અરિસિંહ (ઉરસિંહ) ને અત્યાચાર સરદારેથી સહન થઈ ન શકવાથી સરદારેને વિચાર રાણુ અરિસિંહ (ઉરસિંહ) ને પહભ્રષ્ટ કરવાને થયે, મેવાડના સિંહાસનને યથાર્થ ઉત્તરાધિકારી રત્નસિંહ નામને પુરૂષ છે. રાજસિંહની રાણું ગેગુંદા સરદારની પુત્રી, તેના ગર્ભથી રતનસિંહને જન્મ થયે છે આ વાત સત્ય કે અસત્ય તેનું નિરાકરણ થવાની આશા નથી. મેવાડના કેટલાક સરદારે રત્નસિંહને પક્ષ ગ્રહણ કરી વૈરાશિ પ્રદીપ્ત કરવા લાગ્યા. મેવાડના લગભગ સોળ સરદારે રત્નસિંહના પક્ષમાં આવ્યા, કેવળ પાંચજ સરદારે રાણા અરિર્સિંહના પક્ષમાં રહ્યા, સાલુબ્રાના સરદાર રાણાજીના પક્ષમાં રહ્યા.
' જે રાજ્ય માટે સાલુબ્રાના પૂર્વજોએ પિતાના પ્રાણના બલિદાન આપ્યા હતા. જે રાજ્યના માટે પોતાના રૂધિરની સરિતાઓ વહેવડાવી હતી, અને જે રાજ્યભક્તિ માટે સાલુબ્રાને સરદારનું ઘણુંજ માન હતું, તે બધી વસ્તુ એક બાજુ મૂકી સાલુબ્રાના સરદારે રાણાને પક્ષ ગ્રહણ કર્યો હતો, તેનું કારણ એ હતું કે સાલુબ્રાના સરદાર પ્રભૂતાના લેભી હતા, અને માનના ભૂખ્યા હતા,
દ્રીપ્રાગંતમાં જન્મ પામેલો વસંતપાલ નામને સરદાર રત્નસિંહને મંત્રી હતું. ઈ. સ. બારમી શતાબ્દીમાં વસંતપાલના પૂર્વજે દિલ્હીથી સમર કેશરી સમરસિંહની સાથે મેવાડમાં આવ્યા તે પૂર્વે તેઓ ભારતના અંતીમ સમ્રાટ પ્રથુરાજ પાસે ઉંચ્ચ હોદ્દા પર હતા. મેવાડના ઘણા સરદારની સહાયથી રત્નસિંહે “કેમલમેર ” પર પિતાને અધિકાર સ્થાપીત કરી ત્યાંના સિંહાસન પર બિરાજમાન થયે, મેવાડને અધિપતિ થવા માટે રાજ્ય નિયમાવલી પાર હસ્તાક્ષર કરવા તૈયાર થયે રાજનિતીના મહત્ત્વને અનાદર કરી રત્નસિંહના સરદારે એ એને ઈસ્ટ સિદ્ધિના માટે ઘણુત સાધનને ઉપયોગ કર્યો. જેથી મેવાડની અધેગતી વધતી ગઈ અને સરદારોએ સિંધીયાની સહાય માગી અને મહારાણા પદભ્રષ્ટ કરવા સારૂ એક કરોડ પચીસ લાખ રૂપિયા આપવાનો સ્વીકાર કર્યો
આ ભયંકર વિગ્રહના - સમયમાં જાલમસિંહ નામને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com