________________
૨૨૪
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન
જે જાતિઓના નામ પણ અત્યાર સુધી કોઈ જાણતું નહતું, તે જાતિઓ આ દેશમાં આવી પોત પોતાની સેના વધારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા લાગી, તે વખતે શાંન્ત જીવન ગાળનારા ખેડુતો પણ બળદ અને હળ છોડી દઈ ખડગ ધારણ કરવા લાગ્યા. તથા અસ્વારી કરવા લાગ્યા. ભરવાડે પિતાની લાકડીઓ છોડીને ભાલા પકડવા લાગ્યા. આ લેકમાં સિંધીયા-હોલ્કર તથા પવાર લેકે અધિક પ્રસિદ્ધ છે.
આ પ્રમાણે વિદુલ સેના એકત્રિત કરી મહારાષ્ટ્રીઓ હિત–બળ રાજપૂત ઉપર આક્રમણ કરવા લાગ્યા. જ્યાં સુધી મહારાષ્ટ્રીઓ આવશકય પ્રસગે એકજ પતાકા નીચે એકત્રિત થઈ ત્યાં સુધી કેઈ પણ સત્તા તેમને હરાવી શકી નહિ.
વિરવર પ્રથમ બાજીરાવે મહારાષ્ટ્રીઓનું મહાન બળ એકત્રિત કર્યું હતું તેઓ ઈ. સ. ૧૭૩૫ માં સૌથી પહેલા ચંબલ નદી તરી દિલ્હીના સિંહદ્વાર પર આવીને ઉભા રહ્યા. મહારાષ્ટ્રીઓના આ પ્રચંડ બળથી દિલ્હી શહેરની ઘણી જ પાયમાલી થઈ તથા નિર્મળ પાંદશાહે મરાઠાઓને બાથ આપી તેમનાં પંજામાંથી મુક્તિ મેળવી. પાદશાહની આ કાયરતા જોઈ નિઝામના મનમાં અનેક સંદેહ ઉત્પન્ન થયા. પાદશાહને વશ કરી કવચીત મરાઠાઓ મારા રાજ્ય ઉપર આક્રમણ કરશે, એ ભય લાગવા માંડે, તેથી તેણે મરાઠાઓને માળવામાંથી હાંકી કાઢવાનો નિશ્ચય કર્યો, તેને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી કે જે મરાઠાઓ માળવામાં મજબુત રીતે ટકી રહેશે. તે ત્યાંથી કાઢવા મુશ્કેલ પડશે અને તેથી તેઓ મારે ઉત્તર તરફના પ્રદેશને સબંધ તોડી નાખશે. આ વિચાર કરીને નિઝામે માળવા પર આક્રમણ કર્યું. અને બાજીરાવનો પરાજય કર્યો. મહારાષ્ટ્રીઓ ને માળવામાંથી હાંકી કાઢવાની તૈયારીમાં હતા. એવામાં મહા પ્રચંડ અત્યાચારી જુલમી નાદિરશાહે દિલહી પર આક્રમણ કર્યું છે. એવા સમાચાર તેના સાંભળ્યા આ સમાચાર સાંભળી નિઝામ-ઉલ-મુલ્ક ઘણે ભયભીત થયો. અને તે મરાઠાને છોડીને પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા.
જે સમયે નાદિરશાહનો પ્રચંડ જયધ્વની ભારતવર્ષના પશ્ચિમ ભાગ ઉપર સાંભળવામાં આવ્યું. તે વખતે મેગલ પાદશાહને ક્રોધાગ્નિ શાંન્ત થઈ ગયો. નાદિરશાહને રણવાદને ધ્વનિ સાંભળી આબાય ભારતવર્ષમાં જાણે ભૂકંપ થયે હોય તેમ હતભાગો મહમદશાહ કંપાયમાન થવા લાગ્યા. અને તેના ભયને પાર રહ્યો નહિં ચારે તરફ હાહાકાર વતી રહ્યો. આ સંકટના સમયમાં મહમદ રાજપૂત ના બળની અધિક આશા રાખી હતી પરંતુ તેની આશા સફળ થઈ નહીં. અને આખરે બાદશાહની હાર થઈ તે દિવસથી જ ભારતવર્ષની દારૂણ દુર્દશાનો પ્રારંભ થઈ ગયે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com