________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન ભૂલી ગયા હતા અને સાથે લાવ્યું પણ નહતું. જ્યારે રાણાજીએ રસોઈને ઠપકો આપે કે બુરૂ કેમ ન લા ? ત્યારે રસેઈઆએ હાથ જે કીધું કે બુરૂ લાવવાને હુકમ આ૫ નામદાર તરફથી થાય છે. અને તેના માટે આપે જ એક ગામની ઉપજ આપણા હસ્તક રાખી છે. ત્યારે રાણાજીએ બેલ્યા વગર
જન કરી લીધું. આ પ્રમાણે રાષ્ટ્ર સંગ્રામસિંહ રાજ્ય ખર્ચને અને પિતાને હિસાબ રાખતા હતા.
પિતાની ઉંમર થયા પછી રાજ્ય કારભાર પિતાના હાથમાં લીધે, ત્યાં સુધી ઉંમર લાયક નહેતા થયા ત્યાં સુધી તેમની માતાએ રાજ્ય કારભાર ચલાવ્યું હતું. રાજ્યાભિષેક થયા પછી રાણી સંગ્રામસિહે કેઈ કારણસર દરીયાવત્ સરદારની જાગીર લઈ લીધી હતી. મહારાણું કેઈન પણ ગુન્હા વગર સજા કરતા હતા. આથી કઈ માણસ દરીયાવની બાબતમાં કાંઈ પણ કહેવાને હિમત કરતો નહતો.
દરીયાવત્ સરદારે મહા મુસીબતે બે વરસ પસાર કર્યા પછી ત્રીજે વર્ષે પિતાના ઉપર દયા કરવા માટે અરજી કરી અને બંદેર મારફતે રાજમાતા પર તે મોકલી તેણે પ્રાર્થના પત્ર સાથે બે લાખ રૂપીઆ પણ મોકલાવ્યા.
મહારાણા સંગ્રામસિંહ બપોરે ભોજન કર્યા પહેલાં પોતાની માતાને રોજ પગે લાગવા જતા હતા. એક વાર તેઓ પોતાની માતા પાસે ગયા હતા ત્યારે માતાએ દરીયાવને આવેલે પ્રાર્થના-પત્ર તેના હાથમાં મૂકો. રાણાશ્રીએ તે પ્રાર્થના પત્રને અમલ કર્યો. તુરતજ દરીયાવત્ સરદારને તેની જાગીર પાછી આપવા દાન પત્ર બનાવી લાવવા દીવાનને હુકમ કર્યો. તેથી દીવાન તરતજ દાન પત્ર બનાવી લાવ્યા. અને કહ્યું. કે આ દાન પત્ર અને મોકલેલા બે લાખ રૂપીઆ પણ પાછા મેકલજે પછી તેઓ પોતાની માતાને વંદન કરી ભોજન કરવા માટે ચાલ્યા ગયા.
આજથી નિત્ય નિયમ કરતાં પણ કલાક વહેલું ભોજન કરવા લાગ્યા અને હંમેશાં પોતાની માતાને વંદન કરવા જવાને જે નિયમ હતો તે પણ આજથી બંધ થઈ ગયે. આ જાણવાથી સોને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને તેનાથી અધીક આશ્ચર્ય તે રાજમાતાને થયું હતું. જ્યારે બીજા દિવસે મહારાણાશ્રી પોતાની માતાજીનાં દર્શન કરવા ન ગયા તેથી તે માતાની અધીરાઈ વધતી ગઈ ત્યારે રાજમાતાએ પિતાના પુત્ર પાસે એક અનુચરને મેક. તેને જોઈને મહારાણાએ વિનય પૂર્વક કહેવડાવ્યું કે મને જરાય સમય મલતું નથી. આવા શબ્દો સાંભળીને પુત્રની અપ્રિતિ જોઈ માતાને ઘણું જ લાગી આવ્યું. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com