________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
અને મોઅઝિમને ખબર આપી કે શિવાજી સાથે યુદ્ધ પડતું મૂકી સઘળા સિન્ય સાથે દિલ્હી આવી જવું. ઔરંગઝેબ પોતે મેવાડને ભસ્મીભૂત કરવા અગર્ણિત સૈન્યની તૈયારી કરવા લાગે. અકબર, આજીમ વિગેરે બધા પિતાના લશ્કરને લઈ દિલ્હી આવી પહોચ્યા. એટલે ઔરંગઝેબ પોતે સૈન્ય લઈ મેવાડ તરફ ચાલ્યો.
ઓરંગઝેબના આ સમાચાર વાયુવેગે ઉદયપુર પહોંચ્યા, મહારાષ્ટ્ર રાજસિંહે તે ધારેલું જ હતું કે જરૂર તે ચડાઈ કરવા આવશે જ. અને દયાળ ને તે તેને વિચાર કરવાનું હતું જ નહીં આવા સમયે શાહી લશ્કર આગળ પિતાનું મુઠ્ઠીભર લશ્કર શી વિસાતમાં? છતાં પણ હિંમતે મરદા તો મદદે
ખુદા. એ કહેવતને અનુસરી દરેક રાજપુતો સામનો કરવા અડગ ઉભા હતા. પણ મંત્રી દયાળને જુજ લશ્કર હોવાથી આપણે ફાવી શકીએ તેમ જણાતું નથી. જેથી તેને શું રસ્તે લેવો તેની જ ચીંતા હૃદયમાં લાગી રહી હતી. ખુબ વિચાર કર્યા પછી તેને એક રસ્તો સુઝી આવ્યો.
મહારાજ ! યવનેની સાથે લડવામાં આપણે ફાવી શકીશું નહીં, માટે આપણે આપણી પ્રજા સુરક્ષિત રીતે સખી આપણે બાદશાહી લશ્કરને નસીયતા આપવી જોઈએ, મંત્રી દયાળશાહે વિનંતિ કરતાં કહ્યું.
આ વણીકની બુદ્ધિ બધાના ગળે ઉતરી અને મંત્રીની સલાહ પ્રમાણે મેવાડ આખુ ખાલી કરી વિજ્યદુર્ગના પહાડોમાં ચાલ્યા ગયા.
જ્યારે શાહી લશ્કર આવ્યું ત્યારે કેઈએ સામને કર્યો નહીં. તેથી બાદશાહે ચિત્તોડ, માંડળગઢ, મનસર વિગેરે બધા કિલા વગર મહેનતે કબજે કર્યા, પણ જ્યાં સુધી રાજસિંહ ન પકડાય ત્યાં સુધી બાદશાહને ચેન પડે તેમ નહોતું. તેથી શાહે દિલેરખાને હુકમ કર્યો કે રાજસિંહને જીવતો કે મને જ્યાં હોય ત્યાંથી શેધી મારી પાસે હાજર કરે?
જહાંપનાહ! અરવલ્લીના પહાડમાં પ્રવેશ કરે તે સહેલો નથી, માટે આપણે વિચારીને જ કામ કરવામાં ફાયદો છે. દિલેરખાએ કહ્યું,
દિલેરખાં! આ કાયર કયારથી બને છું! બાદશાહ તાડુકયા.
જહાંપનાહ ? આ બધી સલાહનું મૂળ રાણું રાજસિંહનું નથી પણ પેલા વાણીયાનું તેમના મંત્રી દયાળશાહનું જ છે. દિલેરખાંએ જણાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com