________________
વીર કેશરી દયાળશાહ
પણ રેજી મળે તેમજ ગરીની સેવા પણ થઈ શકે, આથી હજારે ગરીબ મંત્રીને આશિર્વાદ આપવા લાગ્યા. આવી રીતે દુષ્કાળમાં રાણાએ તથા મંત્રીએ પ્રજા પર અગાધ પ્રેમ બતાવી દુષ્કાળના કારમા પંઝામાંથી પોતાની પ્રાણ સમી પ્રજાને–રેયતને બચાવવા બનતું તમામ કર્યું હતું.
કામ લગભગ પુરૂ થવા આવ્યું હતું, હજારે બિચારા ગરીબ માણસો તનમનથી કામ કરતા હતા, ત્યારે પ્રતિષ્ઠાની ધામધુમ કરવા નિશ્ચય કર્યો અને દયાળશાહે મહાજન, સંઘ તથા મહારાણા રાજસિંહને પ્રતિષ્ઠા વખતે પધારવા વિનંતિ કરી અને ગુરૂ મહારાજ માનસૂરિશ્વરના હસ્તે જ પ્રતિષ્ઠાનું શુભ મુહંત કઢાવી તેમના જ હસ્તે પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
આ વખતે મંત્રી દયાળશાહે પણે પારાવાર તૈયારીઓ કરી હતી, હજારે માણસની મેદની જમા થઈ ગઈ હતી “જ્યસમુદ્રની પાસે આ વિશાળ મંદિર અનેક કારીગરીથી શોભી રહ્યું હતું. શ્રી સંઘનું આમંત્રણ મહારાણાશ્રીએ સ્વીકારી સંઘનું સ્વાગત કર્યું હતું. વળી સંઘના નામથી દેશ પરદેશમાં કાત્રિીઓ મેકલવામાં આવી હતી. અને ધામધુમ સાથે ભવ્ય સમારંભથી એ મંદિરની પ્રતિષ્ઠા ગુરૂદેવશ્રી માનસૂરિશ્વરના શુભ હસ્તે કરવામાં આવી હતી. રાણું પણ મંદિર જોઈ ઘણુ જ ખુશ થયા હતા. દયાળે પચાસ લાખ રૂપીઆ ખરચવા ધારેલા હતા, છતાં એક કરોડ લગભગ ખરચાઈ ગયા. ધન્ય છે ! તેની ઉદારતાને.
આ પ્રમાણે મંત્રી દયાળે પિતાના પિતાશ્રી સ્વર્ગવાસ થયા પછી તેને મળેલ તમામ વારસો-મિલકત શ્રી રાષભનાથ પ્રભુના જૈન મંદિરમાં વાપરી હતી અને તેનું નામ પણ “દયાળ કિલ્લો' રાખવામાં આવ્યું હતું. આજે પણ ઉદયપુર જતાં સ્ટેશન “કાંકરોલી” ગામે તે કિલો મેજૂદ છે.
જ્યાં હજારો ગરીબોની લાગણી ભરેલી મજુરીથી તે કિલો મજબૂત અને એવી જ સ્થિતિમાં છે.
વાંચકે ! તમે કઈ વખતે તે કિલ્લાના દર્શન કરી “દયાળશાહ” યાદ કરશો? એ અભિલાષા. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com