________________
૧૨૨
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન હાથેજ સ્ત્રી-પુને મારી પોતે પણ કટારી ખાઈ સદાને માટે સૂઈ ગયા-મરણને શરણ થયા.
છપે. જુલ્મી ઔરંઝેબ, જુલમ તે અતિષય કરતે, હતો મહા શયતાન, દયા નહીં દીલમાં ધરત, હિન્દુઓ પર વૈર, કીયા ભવનું એ લેતે, ધરત નહીં કરી રહેમ, ખુદાથી જરી ન ડરતે, વાત કરતા, ભાઈ, કેદ પિતાને કરે,
કલે લેગી નહીં બાદશાહ એ સાપ કહેવાતો ખરે. ૨૨ હિન્દુઓમાં હાહાકાર વતિ રહ્યો, “ધણી વગરના હેર સુના' એ કહેવત મુજબ ચારે બાજુ સ્થિતિ થઈ રહી હતી. કેઈ કેઈનું છેજ નહીં. આવી કઢંગી સ્થિતિ હિન્દુઓની થઈ ગઈ, હિંદુઓની માન-ચયદા લુંટાવા માંડી, સ્ત્રીઓના શિયળ લુંટાવા માંડયા, આવા અનેક અત્યાચાર જુલ્મી ઔરંગઝેબના રાજ્યમા થવા માંડયા, આ હકીક્ત લખતાં લખતાં કલમ પણ થરથરે છે. લેખકને તેના માટે કયા શબ્દો વાપરવા તે પણ જડતા નથી, આવા પાપીની હકીકત જેટલી લખીએ તેટલી ઓછી જ છે.
કુલકંલક ઔરંગઝેબના ત્રાસથી મોગલ શહેરો ઉજજડ થઈ ગયાં, ગામડાઓ સ્મશાન બની ગયાં, બજારે સુન્નાપડી ગયાં, વેપારીઓ પોતાને જાનમાલ લઈ નાસી ગયા.
એક જમાનામાં મોગલ રાજ્ય સેનાનું શિખર અને ન્યાય પરાયણ કહેવાતું હતું. તે મેગલ રાજ્ય આજે મહાભયંકર અને અત્યાચારી ઔરંગઝેબની કુટીલ રાજ્યનીતિથી અધ:પતન ગણવા લાગ્યું. જ્યારે પાપી આટલા જુલમથી સંતેષ ન પામ્યો, અને જ્યારે ખજાનામાંથી પૈસા ખૂટવા લાગ્યા ત્યારે હિન્દુઓ ઉપર જજીઆવે નાંખવા વિચાર કર્યો. આ ભયંકર અત્યાચાર સારા ભારત વર્ષમાં હાહાકાર વરતાવ્યું. સમગ્ર હિન્દુ રાજાઓ ખળભળી ઉઠયા, આવા અત્યાચારથી ઔરંગઝેબને પણ શાતિ થઈ નહીં. પોતે સુખે નિંદ્રા લઈ શકતે ન હતું, વળી સ્વપ્નામાં પણ પિતાના પાપના દેખાવો નજરે પડતા હતા, જેથી તે ચમકી જતું હતું અને બોલતા હતા કે “જ્યાં જોઉં છું ત્યાં દાનવિ જ જણાય છે ” પાપી પિશાચ ને નર્કમાં પણ શાન્તિ મળતી નથી. હાલા વાંચકે ? આપણે ઘણા ઉંડા ઉતરી ગયા, અસ્તુ, હવે આપણે રાણા રાજસિંહના શાસનમાં પ્રવેશ કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com