________________
૧૨૦
મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મબલિદાન
રાજ્ય બરબાદ કરી નાખ્યું. રાવત્ હરિસિંહની મા પોતાના પુત્ર પ્રતાપસિંહને લઈને ફત્તમંદની સાથે ઉદયપુર આવી અને પાંચ હજાર રૂપીઆ તથા એક હાથણી મહારાણાને નજર કરી.
આવી અનેક ઘટનાઓ મહારાણા રાજસિંહના વખતમાં બની ગઈ છે. અને પોતે પિતાનું ગૌરવશાળી જીવન સહાસિકતાથી દીપાવ્યું. પરંતુ જ્યારે ભાવીની પ્રબળતા વધતી જાય છે ત્યારે દરેક વસ્તુઓમાં યશ-કીર્તિ સાથેજ મળે છે તેવી રીતે રાષ્ટ્ર રાજસિંહની કીર્તિ આજે હિન્દના દરેક પ્રદેશમાં પ્રસરી રહી હતી. જ્યારે બાદશાહના બરે પુત્રોમાં અંદર અંદર કલેશ-કંકાસ થવા લાગે ત્યારે ચારે પુત્રએ મહારાણુની સહાયતા માગી હતી. પરંતુ મહારાણાએ કેવળ દારાને જ પક્ષ કર્યો હતો. કારણ કે દારા સૌથી મોટે પુત્ર હતું અને અસલથી જે પ્રણાલીકા ચાલુ હોય તે જ પ્રણાલીકામાં રાણા રાજસિંહ પિતાને સહકાર આપવાના વિચારનો હતે આ પ્રમાણે રાણાનું અનુકરણ કરી રાજસ્થાનના બીજા રાજાઓ પણ દારાના પક્ષમાં આવી ભળ્યા. ઔરંગઝેબ બધાને કદ્દો શત્રુ હતું. કારણ કે ખરાબ મુર્હતમાં ઔરંગઝેબ સામે ખડ ધારણ કર્યું હતું તેથી દારા સિંહાસન આપવાની અભિલાષા સફળ થઈ નહીં. ઓરઝેબે પિતાના બાહુબળથી દારાને ઉદ્યોગ બધી રીતે નિષ્ફળ મેળવ્યો અને દારા સુજા અને મુરાદ ત્રણે ભાઈઓને પરાજય કર્યો.
ફતેહબાદના યુદ્ધમાં ઔરંગઝેબને વિજય લક્ષમી વરી હતી. તેને સુભાગ્યને માર્ગ શરૂ થઈ ગયો. જે લોકો તેના વિરૂદ્ધ હતા તેને પોતે પિતાના ખડગવતી સાફ કરી પોતાને રસ્તે સરળ બનાવ્યું. તેણે પોતાના પિતા, ભ્રાતા અને પુત્ર સુદ્ધાને પણ દૂર કરવા સારૂ કચાસ રાખી નહોતી. ભયંકર રાજ્યના લાભમાં વશ થઈ પિશાચક વૃત્તિ ધારણ કરી હતી. તેને ખબર ન હતી ? કે “ ભવિષ્યમાં ક્ષણભંગુર દેહને નાશ થશે! મોગલ રાજ્યની ભવિષ્યમાં શું સ્થિતી થશે? તે
ખ્યાલ પણ પોતે લાવ્યા નથી. આવી ભયંકર પરિસ્થિતીનો ખ્યાલ લાવતાં દિલમા કંપારી છૂટે છે. અને તેની શયતાનિયત ભરેલી વર્તણુધી આકાશના ફિરસ્તાઓ પણ ચમકી જાય છે. આવી ઘેર અને ઘાતકો પ્રવૃત્તિથી જ મોગલ શહેનશાહના પાયા કમજોર કરવા સારૂ પિતે કુહાડીને હાથે બન્યા હતા. પિતાના ઉછેર કરેલા વૃક્ષને નાશ કરવાનો આ જહલાદ વિચાર તેના હૃદયમાં કોણ જાણે કયાંથી ઉદ્ભવ્યું હશે ? રાજ્ય અને સત્તા શું નથી કરી શકતા?
જ્યારે શાહ અકબરે પિતાની પાછળની જીંદગીમાં આખા હિન્દને પ્રેમ સ પાદન કરી મેગલ સાસાજ્યના પાયા મજબૂત કર્યા હતાં તેનું શિક્ષણ લઈ ચતુર જહાંગીરે પણ મોગલ શહેનશાહના પાયા મજબૂત કર્યા હતા. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com