________________
૧૧૮
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન તે પણ વજીરને ગુસ્સો શાંતિમય ન બન્યું. તેથી મધુસુદને કહ્યું કે દિલ્હી તથા ઉદયપુરને સબંધ મિત્રાચારી જે છે. માટે જરા શાંત થાવ, જેથી તે વજીરને ગુસસે વચ્ચે અને બોલ્યા કે “ શું ઉદયપુરને દિલ્હીના બીજા નંબર ને દરજજો ગણ? આ (હકીકત–રાજસમુદ્રની પ્રશસ્તિમાં છઠ્ઠા સર્ગનાં અગીઆરમાં લકથી માંડી છવીસ લોક સુધી લખેલી છે.)
આ પ્રમાણે વજીર સાથે ઘણી જ ઝપાઝપી ચાલી. વજીરે કહ્યું કે ઉદયપુરને મુકાબલે દિલ્હીની સાથે શી રીતે થઈ શકે કારણ કે ઉદયપુર પાસે વીસ હજાર સ્વાર છે ત્યારે દિલ્હી શાહ પાસે એક લાખ સ્વાર છે. આ વાતથી વજીરની સાથે મેળ બેસતે આવ્યા નહીં. પણ ચંદ્રભાણ મુનશી સાથે શાહજાદા દારાશિહ અને પિતાના દિવાન અબદુલ કરીમ શેખને મહારાણાના પાટવી કુંવર સુલ્તાનસિંહને તેડવા માટે મેક. મહારાણાએ ઘણી જ નરમાશથી પોતાના સરદાર સાથે કુંવરને બાદશાહ પાસે મોકલે. આ વખતે કુંવરની ઉંમર ફક્ત પાંચ-છ વરસની હતી.
મુનશી ચંદ્રભાણ તથા દિવાન શેખ અબદુલ કરીમની સાથે કુંવર સુલ્તાનસિંહ માલપુર સં. ૧૭૧૧ ના માગશર વદ ૭ ના રોજ આદશાહ શાહજહાં પાસે પોંચી ગયા. મહારાણાએ કુંવરનું નામ ચક્કસ કરેલું નહીં હોવાથી બાદશાહે તેનું નામ સુહાગસિંહ પાડયું. અને મોતીના શિરપચ વિગેરે ઘણું જ કિંમતી વસ્તુઓ ભેટ આપી વળી સાથેના સરદારને પણ કિંમતી અસવાળ આપી આનંદ દર્શાવ્યા,
બીજે દિવસે વજીર સાદુલ્લખાં બાદશાહની હઝરમાં હાજર થયે, બાદશાહે કુંવરને ઉદયપુર જવા માટે હુકમ કર્યો. કુંવર ઉદયપુર આવ્યા તે વખતે પણ મહારાણાશ્રીએ ચુપકીદી ધારણ કરી હતી. મહારાણાએ જાણયું કે ચિત્તોડને ઘણું નુકશાન થવાથી વેરાન જેવો થઈ ગયો છે. અને પ્રજા પણ બહુ દુઃખી થઈ છે. તેથી મહારાણાને ઘણું જ લાગી આવ્યું. જેથી લડાઈ કરવા માટે મોટી ફેજ એકઠી કરવા નક્કી કર્યું.
મહારાણાએ ફોજ તૈયાર કરી. સં. ૭૧૪ ના આસો સુદ ૧૦ તા. ૧૮ ઓકટેમ્બર ૧૬૫૭ ના દશેરાના પૂજન પછી ટકા વિગેરેની રકમ પુરી કરવા વસુલ લેવા બાદશાહના મુલકને લુટવાની તૈયારી કરી. અને કારતક માસમાં ઉદયપુરથી કુચ કરી. ચિત્તોડની તળેટીમાં આવી માળવાના લેકેને ભેગા કર્યા. સં. ૧૭૧૫ ના વિશાખ સુદ ૧૦ ને દિવસે ચિત્તોડથી કૂચ કરી બૈરવાદ, માંડવ પુર, વિગેરેમાં જ્યાં જ્યાં બાદશાહના થાણા હતાં ત્યાં ત્યાં છાપો મારી લૂંટ ચલાવી જેથી કેટલાક નાસી ગયા. કેટલાક માર્યા ગયા. જે સામાન તે તે સામાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com