________________
૧૦૮
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મલિદાન
તખીયત દેખી એને ખુશ કરવા સારૂ કાઈ વાતની ખામી રાખી ન હતી. તે વખતે ખિલઅત્ત તથા જડાઉ તલવાર તથા ખાસા ઈરાની ઘેાડા જડાઉજીત સાથે અણુ કર્યા, પછી કર્ણસિંહ જનાના મહેલમાં ગયા તે વખતે એગમ નૂરજહાં તરફથી ખિલઅત્ત જડાઉ તલવાર ઘેાડા જડાઉજીન સાથે, એક હાથી તથા એક માળા અર્પણુ કરવામાં આવી, ખીજે દિવસે હાથી આપ્યા, આ પ્રમાણે બાદશાહ જાંગીરની મહેમાની કુંવર સિંહ પર વધતી ચાલી અને ઘણી જ ઉમદા ભેટ અર્પણુ કરી. જહાંગીરે પેાતાની ઉદારતા અને પ્રેમ બતાવી આપ્યા. માદશાહ જહાંગીર વિક્રમ સ. ૧૬૭ર જેઠ વદ ૮ ઈ. સ. ૧૬૧૬ તા. ૨૧ ના રાજ કુંવર કહ્યું સિહુને માનપાનથી જાગીરા અણુ કરી, અને ખાદશાહે પેાતાના ક્રમાન પર સહી સિક્કા કરી આપ્યા.
ખોદશાહ જહાંગીરે કુંવર કર્ણસિહતે નીચે પ્રમાણેની ખામદાની નક્કી કરી આપી. ૫૩૦૦૫૮૩૨) પાંચ કરોડ ત્રીસ લાખ છ હજાર આઠસા ખત્રીસ દામ કુંવર કર્ણસિ ́હને માનપાનથી ( મહારાણા અમરસિંહના પુત્રને) જાગીર મુકરર કરી સોંપવામાં આવે છે.
આ પ્રમાણે કુંવર માનસહિત જ્યારે રવાના થયા અને પેાતાના મેવાડમાં ઉદયપુર આવ્યા ત્યારે મહારાણા અમસિ'હુને ઘણા ઉદાસમાં જોયા. આ વખતે . રાણાશ્રી પેાતાના મહેલમાં રહેતા હતા, કર્યું સિહુને આવતાં જ રાણાજીએ રાજ્યના સઘળા કારભાર તેને સાંપી દીધા. આ વખતે રાણાજીના પ્રધાન વીર ભામાશાહે ઘણા જ અક્કલવાન અને બુદ્ધિશાળી હતા, તેમજ ઘણી લડાઇઓમાં પેાતે અગ્રપણે ભાવ ભજયતે હતેા.
વીર ભામાશાહ ઘણાજ જરૂરી માણસ હતા તેણે મહારાણા પ્રતાપ ગાદી ઉપર આવ્યા ત્યારથી તે રાણા અમરસિંહના રાજ્યને બેથી ત્રણુ વરસ થયા ત્યાં સુધી પ્રધાન તરીકે કામ કર્યું. તેએ એસવાળ જ્ઞાતીના કાપડીઆ ગેાતના મહાજન હતા. એ અહાદુર વીર ભામાશાહ સ. ૧૬૬૬ મહા સુદ ૧૧ ( હીજરી ૧૦૦૮ તા. ૯ ૨૪મ−ઈ. સ. ૧૬૦૦ તા. ૨૭ જાન્યુઆરી) ના રાજ ૬૧ વરસને ૭ માસની ઉંમરે પલાક સીધાવ્યા. ભામાશાહના જન્મ ૧૬૦૪ અષાડ સુદ ૧૦ ( ઈ. સ. ૧૫૪૭ તા. ૨૭ જીન ) ને સામવારે થયા હતા. ત્યાર પછી ભામાશાહના પુત્ર જીવાશાહને પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું.
જ્યારે કુંવર કર્યું સિંહૈં અજમેર ગયા ત્યારે પ્રધાન જીવાશાહ પણ સાથે ગયા હતા. જીવાશાહની પછી મહારાણા કર્ણ સિંહ તેના પુત્ર અક્ષયરાજને પ્રધાન તરીકે નીમ્યા હતા, ભામાશાહની ત્રણ પેઢીઓ સુધી અને રાણાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com