________________
મહારાણા શ્રી અમરસિંહ
૧૧ માનસિંહની શૂરવીરતાથી જાણે દિલ્હીનું સિંહાસન કંપાયમાન થઈ જતું હોય તેમ લાગવા માંડયું. આખરે અકબરે માનસિંહને કે હિસાબે મારી નાંખવે એ નિશ્ચય કર્યો. અને તેને પોતે માજુમ નામની મીઠાઈ બનાવી. તે મીઠાઈમાં અડધો અડધ ઝેર ભેળવી દીધું. પણ “ જેને જીવાડનાર હજાર હાથને ધણી હાય તેને કઈ પણ માણસ કંઈ પણ કરી શકતા નથી.” અહીંયાં પણ એવું જ બન્યું. અકબર પોતેજ ભૂલથી મીઠાઈ ખાઈ ગયે, કેવી વિચિત્ર દૈવી ઘટના ? તેને તેના પાપનું પ્રાયશ્ચિત મલ્યું. નિરપરાધી શ્રદ્ધા યુક્ત સેવકના પ્રાણ લેવા જેણે પ્રયત્ન કર્યો હતો તેને જ પિતાના પ્રાણ આપવા પડયા.
અકબર ધારત તે માનસિહને પરાજીત કરી શક્ત અગર ગમે તે પ્રકારની શિક્ષા આપી શકત, પણ પિતે પોતાના ચારિત્રમાં કલંક લાગવા જેવું આવું અઘાર કૃત્ય શા માટે કર્યું ! તેના હૃદયમાં શું હશે તે કોણ કહી શકે ? આ વસ્તુ ગમે તે હે? અસ્તુ, હવે આપણે મેવાડ તરફ દ્રષ્ટિ ગેચર કરીએ.
રાજ્ય સિંહાસન ઉપર બેસતાંજ રાણા અમરસિંહે જે પ્રકારે રાજ્યનું હિત સાધી શકાય તેવા પ્રકારના નિયમોનું પાલન કરવા માંડયું. સર્વક્ષેત્રની બે વાર માયણ કરી નવું મહેસુલ ચઢાવ્યું. અને પિતે પિતાના સામંત સરદારને નવી જાગીર આપી તે ઉપરાંત બીજા કેટલાક નિયમના પ્રચાર કર્યો, તેમાં એક તો એ નિયમ નવીન ઢબની પાઘડી બાંધવાને પ્રસિદ્ધ કર્યો. રાણું અમરસિંહે એ પ્રચલીત કરેલા નવા નિયમ મેવાડ રાજ્યના કેટલાક સ્તપરના શિલાલેખથી ઉપલબ્ધ થાય છે.
પરંતુ મહારાણા પ્રતાપને રાણા અમરસિંહ માટે જે શંકા થઈ હતી તે ખરેખર સાચી નિવડી. મેજ-વિલાસ અને શાંતિ અંતે રાણા અમરસિહને અનર્થ કારીણું થઈ પડી. પિતાની પવિત્ર આજ્ઞાને અનાદર કરીને રાણું અમરસિંહ અત્યંત આળસુ બની ગયા. તેમણે પેલા સરોવરના તટ ઉપર બંધાવેલી પર્ણકુટીને ત્યાગ કરીને ત્યાં એક મહાલય બંધાવ્યું, જેનું નામ અમર મહેલ રાખવામાં આવ્યું. આ મહાલયમાં અનેક જાતની વિલાસી વસ્તુઓને સમાવેશ કરવામાં આવ્યું, અને રાણા અમરસિંહ વિલાસી બન્યા. તેઓ આ પ્રમાણે સુખ લાંબા વખત ભેગવી ન શકયા.
કેટલોક સમય વિત્યા બાદ જહાંગીરને તેમના મંત્રીઓએ કહ્યું કે “જ્યારે આખા હિંદુસ્તાનના રાજાઓ આપની આજ્ઞામાં રહે છે. તે શું આ એકજ મેવાડના રાણે અમરસિંહ આપશ્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ! તે અમારાથી સહન થઈ શકતું નથી.” આવી વાતોથી જહાંગીરને તેમના મંત્રીઓ એ પુષ્ટી આપીને મેવાડ ઉપર ચઢાઈ કરાવી. આ વખતે રાણા અમરસિંહ તા વિલાસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com