________________
દેડકાએ ઉચે સ્વરે શબ્દ કરતાં હોય, ભમરા, ભમરીઓને સમુહ એકઠો થયે હેય, અને ફૂલના રસથી લોભાઈને ગુંજારવ કર્તા હોય, અને આકાશમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહો ગાઢ વાદળાંથી આચ્છાદિત થવાથી શ્યામ દેખાતા હોય, નક્ષત્ર અને તારાઓની કાંતી નષ્ટ થઈ હોય, ઈદ્ર ધનુષ્ય થતું હોય, વાદળાંઓનો સમુહ ઉડતી બગલીઓના
જ્યા વડે શોભતો હોય, કારંડક, ચક્રવાક અને રાજહંસને માનસ સરોવર તરફ જવા માટે ઉત્સુક કરનાર વર્ષાઋતુનો સમય થયો હોય, એવા સમયમાં જે માતાઓ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુકમંગળ અને પ્રાયષ્ઠિત કરી, પગમાં એક ઝાંઝર પહેરી, કેડમાં રત્નને કંદોરે પહેરી, હૃદય પર હાર પહેરી, હાથમાં શોભતાં કડાં પહેરી, આંગળીઓમાં વીંટી પહેરી વગેરે સ્ત્રીઓને જોઈતા શણગાર પહેરી, અને નાકના વાયરા વડે ઉડે એવાં ઝીણું અને કીમતી, ઘેડાના મુખના ફીણથી પણ ધોળાં, એવાં વસ્ત્રો પહેરી સર્વઋતુનાં સુગંધી પુષ્પ વડે મસ્તકને સુશોભિત કરે. સુગંધિત ધુપ વડે સુગંધિત થઈ, લક્ષ્મીના જેવા વેશવાળી સેચાનક નામના ગધતિ પર આરૂઢ થઈ, માથે કરંટ પુષ્પની માળાવાળા છત્રને ધારણ કરી, ચંદ્રપ્રભા આદિ રત્નોથી જડેલા નિર્મળ દંડ સહીત, તથા શંખ, જળકણ, અને સમુદ્રના ફીણ જેવા ધાળા ચાર ચામર વડે વિઝાતી, હસ્તિ રનના સ્કંધપર માવતરૂપે બેઠેલા પિતાના સ્વામી સાથે બેસી પાછળ ચતુરંગી સન્યા ચાલતી હોય એવી જે સ્ત્રી વૈભવ માનતી હોય તે સ્ત્રીને ધન્ય છે. તેવી જ રીતે હું પણ શ્રેણિક રાજાની સાથે વાત્રે સહિત, રાજગ્રહ નગરના સર્વ શિક્ષાઓ સુગંધિત જળ વડે છાંટયા હોય અને કચરે કાઢી સ્વચ્છ કી હૈય તેવા રસ્તામાં ફરૂં. લેકે સ્તુતિ ગાય, અને ત્યાં વિભાગના પ્રદેશની ચારે બાજુએ ફરી મારે દેહદ પુર્ણ કરૂં તેજ મારે જન્મારે સફળ થયે માનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com