________________
માંસાહારનો પ્રશ્ન
[૭]
આ બન્ને પગની વકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજસ્વામી હતા ત્યાંસુધી કાલિકાનુયોગને અપૃથકત્વપણું હતું, તે પછી કાલિકસૂર અને દષ્ટિવાદમાં પૃચકવાનુયોગ થય.
માટે “માંસ,” “કપોત, મારી વગેરે શબ્દો, બીજ અનુગમાં ઉપયોગી હેવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પરિવર્તનને અસહ્ય હેઈ એક અનુગમાં આગમો નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે.
અનેકાર્થક વાકયની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક વ્યર્થક ક્ષેકથી કાદમ્બરીકાર બાકવિને પરિચય આપતાં
केवलोऽपि स्फुरन् वाण : करोति विमदान कवीन् ॥
किं पुन: प्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥
આ સ્થળે બાણ શબ્દનો અર્થ તીર અને બાકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિન શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શબ્દ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ
चरण धरंत चिन्ता करत त्यागत शोरवकोर ॥ सुवर्णकु ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥
એ સૂકતમાં “ચરણ અને “સુવર્ણ” એ શબ્દોના ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થો લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના ગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમાં તેવા શબ્દો હેય તેમાં શંકા જેવું નથી.
[ ] શ્રી. ગેપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગેભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજેલેશ્યાજન્ય હતા, તેજેસ્થા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિને ઉપચાર પણ અલૌકિક હોઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈવક શાસ્ત્રની દૃષ્ટિએ ન કરી શકાય—વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવો માંડી વાળ્યું છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર ના પડતો મૂકયો છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે–વેક શાસ્ત્રમાં વણિત વસ્તુના ગુણ દોષના વિચારની ઉપેક્ષા કરીને તેમણે ભાસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર એગ્ય ગણે છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર કરો તો શક છે તે આ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com