________________
૩ જુ.]
શ્રીસાર શેઠના બગીચામાં
મારી જીંદગીમાં આજે જ મળે. હજુ સુધી રાજા જાણતો ન હતો કે આ કોણ છે. પાસે રહેલા કોઈને પૂછયું અને તેણે પ્રત્યુત્તર આપે કે-“આ માર્ચ લોકમાં સાક્ષાત દેવી સમાન સતી ધરેય, અનુપમાદેવી નામને મંત્રી તેજપાલની આ પત્ની છે.” આ શ દોએ રાજના અંતરમાં વિશેષ ચમકાર ઉત્પન્ન કર્યો. વિષપૂર્ણ રાજ ક્ષણવારમાં દેવીના ગારૂડમંત્ર સમાન વચનામૃતથી નિવિધ થયો. મત્રીના ઘરની આવી ઉત્તમ સ્થિતિ નિહાળી રાજા આ સંત હર્ષિત થયે અને વિચાર કરે છે કે આ મૃતયુ લોકમાં સાક્ષાત્રવર્ગીય આનંદ તોગવતા હોય તો તે આજ દપતી; આજ ઘર સર્વમાં શિરોમણીભૂત કહેવાય, ક્યાં તે મારા રાજવૈભવનું સુખ અને ક્યાં આ મંત્રીની સુરમય જીવન વાટિકા. પ્રસન્ન મુખવાળા રાજા થોડી જ વારમાં પ્રગટ થઈ ગયે. ઉદયાચળ પર્વત પર ઉદય પામતો સૂર્ય કોઈનાથી ગુપ્ત રહી શકતો નથી. મંત્રો વિગેરે પરિવાર ત્યાં આવી પહોંચ્યા, તેમની આગળ રાજાએ પોતાની સઘળી હકીકત નિવેદન કરી અને જણાવ્યું કે-“આ ભૂમંડળ ઉપર ધન્યવાદને પાત્ર તમે જ છો, તમો જ અગ્રગણ્ય છે કે જેમને ત્યાં ગુડ ફ્રંગારના મણિક્યરૂપ અને કપલતા સમાન સર્વે અભીષ્ટ અર્થની સાધનારી આ દેવીને વાસ છે, જેના સુવાક્યરૂપ અમૃતના આસ્વાદથી કોપથી જાજ્વલ્યમાન થયેલું મારું ચિત્ત ચંદબરસ સમાન શીતલ થયું. મંત્રી વસ્તુપાલ! આ જગતમાં તુંજ પુન્યશાળી છે, તુંજ અગ્રગણ્ય છે.”
વિશુદ્ધ અંત:કરણથી નિકળતા અનુમાદેવીના મિણ વચનેએ રાજાના હૃદય ઉપર કેવી દૈવી અસર કરી! એ તે ચોકકસ છે કે નિખાલસ હૃદયની અને વિશુદ્ધ વર્તનની અસર સામાં મનુષ્ય ઉપર કોઈ અલૌકિક જ થાય છે.
આ સ્થળે એજ વિચારવાનું છે જે એક સુશિક્ષિત સ્ત્રી પિતાના ઘરને કેવું આદરણીય બનાવે છે ! ઘરનું રક્ષણ કેવી રીતે કરી શકે છે ! પતિની લમીની વ્યવસ્થા કરી તેને કેવી ઉજવલ કરે છે ! અને મહાન સંકટોમાંથી કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com