________________
૩૦
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
શિખ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી લગભગ ૩૫ મુ નિઓ વિદ્યમાન છે.
૭ હીરવિજ્યજી:-એમના સંબંધી વિશેષ હકીકત જાણવામાં નથી. | સર્વ મળી પંન્યાસજી મણિવિજયજી દાદાનો શિષ્ય પ્રાશખ્યાદિ મુનિવર્ગ લગભગ ૩૫૦ ની સંખ્યામાં વિદ્યમાન છે અને અન્ય અન્ય સ્થળોએ વિચરી ચારિત્ર આરાધન કરી શાસનમાં અનેક , પ્રકારે ઉપકાર કરી રહ્યો છે તેમાં લગભગ ૨૭૫ ઉપરાંત મુનિવર્યો તો બુદિવિજયજી (બુટેરાવજી) મહારાજના સમુદાયમાં છે. સમકાલીન મુનિવરો
શ્રીમદના સમયમાં પચાસ સિભાગ્યવિજયજી તથા રત્નવિજવેજી વિગેરે કલાનાં સમુદાયમાં તથા મુનિવર્યશ્રી ૫. ઉદ્યોતવિજયજી અમરવિજયજી વિગેરે લુહારનીપળના સમુદાયમાં તથા સાગર સમુદાયમાં મુનિવર્ય શ્રી રવિસાગરજી તથા રત્નસાગરજી વિગેરે અને વિમળ સમુદાયમાં મુનિવર્ય શ્રી દાન વિમળ, પં. દયાવિમળ વિગેરે હતા. ભગવતિસૂત્રના ગોદ્વહન તથા ગણીપદ અને પંન્યાસપદ,
શ્રીમના ગુરુ તપસ્વી કસ્તુરવિજયજી અને તેમના ગુરૂશ્રી કીર્તિવિજયજી મહારાજનાં ગણી અથવા પન્યાસપદ સંબંધી કાંઈ ઉલ્લેખ મળી આવ્યો નથી જેથી શ્રીમદે યોગોદહન કયાં અને કાની પાસે કર્યા તે નણવામાં નથી પરંતુ તે અવસરે પંન્યાસજી રૂપવિજયજી મહારાજ હયાત હતા. તેમની પાસે અથવા સમુદાયના અન્ય કાઈ પંન્યાસજી પાસે કયા હોય એમ સંભવે છે. શ્રીમદ ભગવતિ સૂત્રના
ગોહન તો પન્યાસ સાભાગ્યવિજયજી પાસે કયા છે. પરંતુ તે કયારે કર્યા તે સંબંધી બે ઉલે જૂદા જૂદા મળી આવે છે.
૧ ૫. ગુલાબવિજયજીના ટીપનકમાં લખ્યું છે જે -ગુરુશ્રી मणिविजयेषु भद्रिकमावि धर्मरुच्यादि प्रधान गुणदर्शनात् पंन्यास श्री सौभाग्यविजय गणिभिः संवदक्ष्यक्षिनन्देन्द्र ज्येष्ट शुकल त्रयोश्यां सिद्धान्त भगवत्यादि योगोद्वहन कारयित्वा गणिपद पुर्वकं पंन्यासपदं दत्त।।
અર્થ –ગુરૂશ્રી મણિવિજયજીમાં ભકિકભાવ તથા ધમરચી વિગેરે શ્રેષ્ઠ ગુણ દેખી પંન્યાસ સભાગ્યવિજયજી ગણિએ તેમને ભગવતિ વિગેરે સિદ્ધાંતના યોગોહન કરાવી સંવત ૧૯૨૨ ના જેઠ શુદિ તેરસને દિવસે ગણિપદ સાથે પંન્યાસપદ આપ્યું.
આ ઉલેખમાં સંવત ૧૯૨૨ માં ગણિપદ અને પંન્યાસપદ બે સાથે થયાં એમ લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com