________________
૧૭૨ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ ધનમાંજ રહેલી છે પરંતુ માર્ગની પ્રાપ્તિ, તેનું જ્ઞાન અને આરાધન ઉત્તરોત્તર અધિકાધિક પુણ્યદયે સુપ્રાપ્ય છે. મા
ની આરાધના પણ સમ્યકત્વને આધારે રહેલી છે. જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી આચરણ કરેલા સઘળાં ધર્માનુષ્ઠાને તુષખંડનતુલ્ય નિષ્ફળ છે. જેમ પ્રતિકાન કાષ્ટ વિના ચાહે તેવું મજબુત વહાણ મહાર્ણવથી સ્વપરતરણતારણ ક્રિયામાં અસમર્થ નિવડે છે. કાર્યકુશળ સુજ્ઞ કર્ણધાર પણ તેને ચલાવી શકતો નથી, ચાહે તેવી ઉંચી ઈમારત ચણવામાં આવી હોય છતાં જે તેને પાયે તેના પ્રમાણમાં ઉડે અને મજબુત ન હોય તો તે મહેલ લાંબી મુદત ટકી શકતો નથી. મજબુત મૂળ વિના ફાલેલું સુશેભિત વૃક્ષ પણ અ૫ સમયમાં હતપ્રહત થઈ જાય છે, તેવી જ રીતે સમ્યકત્વસ્વરૂપ પ્રતિષ્ઠાનકાષ્ટ, પાયે અને મૂળવિના વહાણ મહેલ અને વૃક્ષસમાન ધર્માનુષ્ઠાનો ટકી શકતાં નથી. સમત્વસહિત અલ્પ માત્ર ધર્માનુષ્ઠાન જે ફળ સંપાદન કરવા સમર્થ થાય છે, તે ફળ અધિક ધર્માનુષ્ઠાનથી પણ સમ્યકત્વના અભાવે મળી શકતું નથી. દેવ, ગુરૂ અને ધર્મસ્વરૂપ તત્ત્વત્રયીના શ્રદ્ધાનસ્વરૂપ સમ્યકત્વ ભવ્ય પ્રાણીએને જ પ્રાપ્ત થાય છે. અભવ્ય પ્રાણીઓ કે જેઓ કદી પણ મોક્ષસુખના અધિકારી બની શકવાનાજ નથી તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ હોઈ શકતી નથી. ભવ્ય પ્રાણી જે ચારિત્રનું પાલન કરી મોક્ષસુખ મેળવી શકે તેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરનાર અભવ્ય, માત્ર તે ચારિત્રથી અધિકમાં અધિક નવમધૈવેયક પર્યતનું સુખ મેળવી શકે. અભવ્યત્વસહચરિત મિથ્યાત્વ અનાદિ અનંત કાળ પર્યત રહેવાનું જ છે, અર્થાત્ ભવ્ય જીવને જ સમ્યકત્વની પ્રાપ્તિ હોય છે. રાગદ્વેષ વિગેરે નિ:શેષ દોષ રહિત અને સર્વ ગુણસંપન્ન સુરાસુરસેવિત પરમપૂજ્ય વીતરાગ પ્રભુને વિષે જે પ્રભુત્વ બુદ્ધિ, બાહ્ય અત્યંતર પરિગ્રહ મુક્ત, ધીરવીર ગંભીર ધર્મોપદેશક સ્વપોપકારક સંવેગરસ પૂર્ણ શાસ્ત્રસંપન્ન ગુરૂમાં ગુરૂત્વબુદ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com