________________
૧૫૦
સુદર રાજાની સુંદર ભાવના, [ પ્રકરણ
વિચાર ફ્રી ગયા કે અરે ! અનુલ્લંઘનીયતેમની આજ્ઞા મારાથી શી રીતે ઉલ્લંઘન કરી શકાય ! રખે તેમાં તેનુ અહિત સમાયુ હોય તે. આ પ્રમાણે ઘણીવાર તેના વિચારાનું પરિવર્તન થવા લાગ્યું પણ છેવટે પ્રતિમ કેાના વિચાર આજી પર મુકી સ્વસ્થ ચિત્તે નિણય કર્યો. બસ હવે તે હમણાંને હમણાંજ સર્વ દિશા અને વિદિશાઓમાં સત્વર મારા માણસને માછલી ભાગ્યવાનની ભાળ મેળવું. આમ વિચાર કરી એકદમ તે પેાતાના આસન ઉપરથી ઉડયા.
એટલામાંજ પેાતાના આવાસની અંદર અંતરમાં આન દની ઉર્મીઓ ઉત્પન્ન થવાથી ખાથી હપૂર્ણ હૃદયવાળા કાઇ મનુષ્ય તેજ વ્યક્તિને શેાધતે ત્યાં આવી પહેાંચ્યા. તેની મુખાકૃતિ ઉપરથી તેવા ભાસ થતા હતા કે તે મનુષ્ય કાંઇ શુભ સમાચાર કહેવાને માટે આવતાજ હાય નહિ કે શું? આવાસમાં રહેલી વ્યક્તિએ આવનાર વ્યક્તિનું ઉચિત સન્માન કરી તેને યાગ્ય બાસને બેસવાનુ કહ્યુ. શુભ સમાચાર લઈને આવેલા આ મનુષ્ય પાતે જાણેલા સઘળા સમાચાર તેને કહી સંભળાવ્યા જેથી અત્યાર સુધી ચિંતાગ્રસ્ત અવસ્થામાં રહેલા તે ભાગ્યશાળીના મુખ પર એકદમ હની લાલી આવી ગઈ, આનંદના ઉભરાથી તેનું હૃદય ભરાઈ ગયુ, તેની સઘળી ચિંતા વિનાશ પામી અને ત્યાર પછી અરસપરસ બન્ને જણાએ સાંભળેલા શુભ સમાચાર સંબંધી વિચારાની આપલે કરવા લાગ્યા.
વાંચકે ! આનંદરસની લહેરોમાં ક્રીડા કરતા આ બન્ને ભાગ્યવાનને આજ આવાસમાં વાર્તાલાપ કરતા રહેવા દઇ આપણે જોઇએ કે શ્રીમાન સુંદરરાજાની અભિનવ રાજધાની શ્રીપુરનગરના રાજદરબારમાં શું બનાવ બની રહ્યો છે?
એક અવસરે આપણી કથાના નાયક સાત્વિશિરામણી સુંદરરાજા સભામ’ડપના મધ્યભાગમાં રત્નજડિત સુવર્ણમય આસન ઉપર અસકૃત થયા હતા. એક બાજુએ અનેક શુરવીર સામત રાજાએ પાતાતાની ચેાગ્યતાને અનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com