________________
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૨૧ અને સ્નિગ્ધ આહારની લુપતા છેડે તે અભ્યાસના પરિણામે ચોવિહાર એકાસણને તપ સુખપૂર્વક કરી શકે છે. આ તપ કરનારને આહાર પાણીનું પારવણ્ય અને તેનાથી ઉત્પન્ન થતાં અનેક દુઃખમાંથી કેટલે બચાવ થઈ શકે છે તે વિચારવાથી સહેજે જણાઈ આવશે. ભૂખ્યો થાય એને ભૂખનું દુઃખ અને તેનાં સાધનોની પ્રાપ્તિ માટે અનેક વિટંબણાઓ. એવી જ રીતે તરસ્યાને પણ. પરંતુ જેણે સુધા અને તૃષા ઉપર કાબુ મેળવ્યો છે તેને એ દુઃખ અને વિટંબણાઓ નથી. જો કે ઔરિક શરીરની સ્થિતિ એવી છે કે તેને આહાર પણ તે અવશ્ય જોઈએ છે પરંતુ નિયમિત મનુષ્ય અભ્યાસના પરિણામે એમાંથી ઘણે અંશે મુકત થઈ શાંતિ મેળવે શકે છે. જ્યારે અનિયમિત અને આહારાદિનો લોલુપી મનુષ્ય જીંદગીભર અશાંતિ સેવે છે. માટે સવશે મુક્ત ન થવાય તે પણ તપને અનુક્રમે અભ્યાસ કરનાર અનેક વિટંબણાઓથી મુક્ત થઈ શકે છે, એને આત્મશક્તિનું નિદર્શન થાય છે. મહાન નિર્જરાન ભાગી થાય છે, એનો આત્મા હળવો થાય છે. અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે.
મુનિવર્યશ્રીમાં માત્ર બાહ્ય તપસ્યાનેજ આદર હતો એટલુંજ નહીં પરંતુ અત્યંતર તપસ્યા વિનય, વૈયાવચ્ચ વિગેરે તે તેમનાં અખલિત ચાલુજ રહેતાં. કહેવાય છે જે “મા તપસ: શોષઃ” ક્રોધ એ તપનું અજીર્ણ છે. વાતોમાં અને અનુભવોમાં એવા ઘણા પ્રસંગો જોવામાં આવે છે. પરંતુ પ્રમોદધિશ્રી મહાવીર પ્રભુનું અહોનિશ ધ્યાન ધરતા આ મહાત્માશ્રીના નિર્મલ હૃદયમાંથી પ્રથમ પરિણતિના સદ્દભાવે ક્રોધ તો ક્યારનોએ પલાયન કરી ગયે હતો. કહેવું પડશે કે આ મહર્ષિ ક્ષમા અને શાંતિની તો અપ્રતિમ મૂર્તિ હતી. શિષ્ય વગ.
૧. અમૃતવિજયજી-કચ્છ દેશના ગઢ ગ્રામનિવાસી વિસા ઓસવાલ જ્ઞાતીય આશાળ શ્રેણી અને કર્મીલા નામની તેમની સ્ત્રી તેમના પુત્ર ઉભયચકે (અભયચંદ્ર નામ સંભવિત લાગે છે.) ૧૮૯૮ માં દીક્ષા અંગીકાર કરી તેમનું નામ અમૃતવિજ્યજી રાખવામાં આવ્યું. આ એમના પ્રથમ શિષ્ય થયા. એમના શિષ્ય મુનિશ્રી નેમવિજયજી થયા. તેમવિજયજીને બે શિષ્ય પુન્યવિજય અને મોતીવિજય થયા તેમાં હાલ એક મેતીવિજયજી વિદ્યમાન છે.
૨. બુદ્ધિવિજયજી (બુટેરાવજી)–એમનો જન્મ પંજાબ દેશમાં ૧૮૬૩ માં થયો હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા એમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com