________________
પ્રકરણ બારમું
–@@@– પૂજન વિધિ
વીર માણિભદ્ર એ સેળ પ્રકારના વ્યંતર ઇદમાંના એક છે. એમનું પૂજન-આરાધન શી રીતે કરવું, તેનાં અનેક વિધાને શાસ્ત્રમાં બતાવેલાં છે. પરંતુ તેમાં સહેલી, સાદી અને સૌથી બની શકે એવી વિધિ આ નીચે આપવામાં આવે છે.
આઠમ, ચૌદશ, તથા માસના દરેક રવિવારે આંબેલ કરવું. અને જે ઠેકાણે વીરનું સ્થાનક હેય તે ઠેકાણે, આંબેલ હોય તે દિવસે ધૂપદીપ વગેરે અષ્ટદ્રવ્યથી પૂજા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com