________________
છઠું !
વીર માણીભદ્ર. એઓશ્રી ઉજજયિની નગરીની સમીપમાં આવીને સમોસ ર્યા છે. નગર બહારના એકાંતવાસમાં એક શાન અને નિરુપદ્રવ સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા છે. - આચાર્યશ્રીનાં દર્શન અને વંદન માટે આ દિવસ ઉલટેલાં ઉજ્જયિનીવાસીઓનાં ટેળાં સંધ્યા સમય થતાં ઓછાં થતાં જતાં હતાં. છેડે વધુ વખત વ્યતીત થતાં આચાર્યશ્રીના આશ્રમમાં નીરવ શાન્તિ પથરાઈ ગઈ. આચાયશ્રી અને એમને સાધુસમુદાય સૌ કે આ વખતે ધ્યાનમગ્ન હતા,
આ સમય સાધીને ઉજજયિની નગરીને નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી આચાર્યશ્રીના આશ્રમમાં આવી પહોંચ્યા. એઓ આજે આચાર્યશ્રી હેમવિમળસૂરિના ગુણજ્ઞાનની કસેટી કરવાને નિશ્ચય કરીને આવ્યા હતા. " માણેકશાહે પ્રથમથી જ કપડાના બે કાકડા તેલમાં ભીંજવીને તૈયાર કરી રાખ્યા હતા. આ બંને કાકડા સળગાવીને એમણે જાગૃત કર્યા. આચયશ્રી જેમના તેમ શાન્ત
બેઠા હતા.
બંને હાથમાં ભડભડ બળતા બે કાકડા લઈને માણેકશાહ શેઠ મહારાજશ્રીની સમીપમાં આવી પહોંચ્યા. ઉભય હસ્તમાં જલતા રહેલા કાકડાને કરડ પ્રકાશ આચાર્યશ્રીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com