________________
પાંચમું]
વીર માણિભદ્ર. બા પ્રત્યેને આજે આટલો બધો ભક્તિભાવ ઉભરાઈ જાય છે, પણ કદી જોયું છે, એનું શરીર અધું થઈ ગયું છે તે?”
આ શબ્દોએ માણેકશાહ શેઠના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એ કદી ખ્યાલ પણ માણેકશાહ શેઠને આજ લાગી આવ્યું ન હતો. આજે જ એકાએક માતાના મુખમંડળનું નિરીક્ષણ કરવાને અવસર આવતાં તે એકદમ ધ્રુજી ઊઠ્યા. આને ભેદ જાણવાને એમના અંતરમાં તાલાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણાવી દેવાની એમની ધર્મપત્નીને દર્દગંભીર હૃદયે આજ્ઞા કરી.
પરંતુ એથી બાના મનને માઠું લાગશે તે !” વહુએ વાતમાં વધુ મેણુ નાખવા માંડ્યું.
હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ ક હવે ઉચિત નથી.” માણેકશાહ શેઠે પિતાના હૃદયની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું.
જુઓ, સાંભળે ત્યારે ! તમે હમણું કેઈપણ દિવસ બા ને ભેજનમાં ઘી કે દૂધ લેતાં જોયાં છે ખરાં?” “એટલે?” માણેકશાહ શેઠની અધીરતા પળે પળે વધવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com