________________
I
ભાગવતને માનવધર્મ થતાં. એવા સાધુસંત ને મુનિઓ જગતમાં ફરતા, ને તેઓ જ્યાં જતા ત્યાં સ્થળો ને માણસો પાવન થતાં. ભગવાન કહે છે: “મારી ભક્તિવાળે માણસ આખા જગતને પાવન કરે છે.૨૮ એવા ભક્તો તે ભગવાનના પાર્ષદો છે; ને તેઓ વિષનાં સરજેલાં ભૂતમાત્રને પાવન કરવા પૃથ્વી પર વિચરે છે.” “એવા સાધુચરિત બ્રાહ્મણોની વાણના શ્રવણથી ને તેમના દર્શનથી મોટા પાતકી તેમ જ અન્ય વગેરે શુદ્ધ થઈ જાય, તે તેમની જોડે પરસ્પર સંભાષણ થાય તેનું તો પૂછવું જ શું? ”૩૦ “સત્સંગ તે એવી પાવનકારી વસ્તુ છે. એને લીધે દે, રાક્ષસ, મૃગો, પક્ષીઓ, . . . વિદ્યાધરે, અને માણસમાં વૈ, શકો, સ્ત્રીઓ, અને અન્ય. . . . વગેરે ઘણાં મારા પદને પામ્યાં છે.”૩૧ આમ, ભાગવતના કહેવા પ્રમાણે, જેઓ પ્રભુના ભક્ત હતા, જેમને ધર્મોપદેશ કરવાનો અધિકાર હતા, તેઓ જાતિ વર્ણ આદિના ભેદ માન્યા વિના સર્વને પોતાના સમાગમનો લાભ આપતા; સમાજના નીચલા ગણતા થરોમાં ફરતા; ને તેમને સાદો સરળ પ્રભુભક્તિને ધર્મ શીખવી તેમને સંસ્કારની ઊંચી કક્ષાએ ચડાવતા. પ્રભુના સરજેલા કોઈ પણ માણસને હીન ગણી તેને પ્રભુભક્તિથી વંચિત રહેવા દેતા નહીં. એ ભાગવતધર્મને મોટો મહિમા હતો; ને તેને લીધે જ એ ધર્મ ઘણો લોકપ્રિય થયો ને બહુ ફેલાયે.
ભાગવતધર્મ આવો વિશાળ, ઉદાર અને પતિતપાવન છે. ભારતના પ્રાચીન ઇતિહાસકાળમાં પરદેશીઓના ધાડેધાડાં, સમુદ્રના મોજાંની પેકે, અહીં આવ્યાં ને હિંદુ ધર્મના પરિવારમાં સમાઈ ગયાં. ૩૧ એ ક્રિયામાં ભાગવતધર્મે ઘણે મોટો ભાગ ભજવ્યો છે. એ પરદેશીઓ આગળ તેણે કશી શરત મૂકી હતી શું? વેદકાળમાં ગાયત્રીમન્ન ભણાવી આપેંતરેને હિંદુ ધર્મમાં પ્રવેશ અપાતે. પછીના આ કાળમાં ભાગવતધર્મના આચાર્યો ને સન્તોએ તે ઉપરાંત વાસુદેવમન્ન ( નો મત્તે વાસુદેવાય) ભણાવીને પરદેશીઓને હિંદુ પરિવારમાં લીધા. એ ધર્મમન્દિરનાં દ્વાર કઈ પણ આગંતુકને માટે બંધ રહેતાં. ભાગવતધર્મની આ ભવ્ય વિશાળતાનું સૂચન કરનારે એક સુન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com