________________
મંદિરપ્રવેશ અને શાસ્ત્ર એમાં જ જગદાત્માની ખરી અર્ચના છે એમ માનવાની, આ ભાવના – જે ભક્તિયોગ અને કર્મચાગ બંનેની પરાકાષ્ઠા છે – તેને ઉપદેશ કરવામાં તો ભાગવત બીજા કોઈ વૈદિક ગ્રંથ કરતાં જ નહીં, પણ ગીતા કરતાયે, કંઈક આગળ જાય છે; અથવા કહે કે ગીતામાં જે વસ્તુ ગર્ભિત હતી તે ભાગવતે ઘણી ઉપસાવીને રજૂ કરી છે, જેઓ ભક્તિમાર્ગને અનુસરવા માગે છે તેમને માટે તે આ વચને દીવાદાંડીરૂપ છે.
ભાગવતના દશમ સ્કંધમાં વનક્રીડાનો એક પ્રસંગ છે. કૃષ્ણ અને બળરામ ગોવાળે જડે ગાયો ચારતા ચારતા વૃંદાવનથી ઘણે દૂર નીકળી ગયા. તડકે સખત હતું. તડકામાં સરસ શીતળ છાયા આપતાં વૃક્ષને જોઈ કૃષ્ણ સોબતીઓને બોલાવ્યા, ને કહ્યું : “આ વૃક્ષો તે જુઓ. કેવાં ઉદાર છે ! કેવળ પારકાને કાજે જીવે છે. પિતે પવન, વરસાદ, તડકે ને ટાઢ સહન કરે છે ! તેઓ પ્રાણીમાત્રની સેવા કરે છે. અહો ! કેવો સરસ એમને જન્માવે છે!” અને પછી એમાંથી બોધ તારવે છે: “આ જગતમાં પ્રાણીઓના જન્મનું સાફલ્ય એટલું જ છે કે તેઓ પોતાનાં પ્રાણ, ધન, બુદ્ધિ, વાણી એ સર્વ વડે સદા પ્રાણીઓનું કલ્યાણ જ કરે, નિરંતર તેમની સેવા જ કરે.”૧૯ આજે જે શ્રીકૃષ્ણ હરિજનોને ટાઢ તડકા ને વરસાદમાં શહેરે ને ગામડાંની સફાઈ કરતા જુએ, પિતે મેલા થઈને પણ સમાજને સ્વચ્છ કરતા જુએ, તે તેમના મોંમાંથી જરૂર પેલું વચન નીકળી જાય કે આ કેવા માણસની સેવા કરે છે ! અહે! કેવો સરસ એમનો જન્મારો છે!
__अहो एषां वरं जन्म सर्वमानुषसेवनम् !'
બીજી એક જગાએ ભાગવતકાર કહે છે : “ગૃહસ્થ પિતાના • ભોજનમાંથી કૂતરાં, પાપી ને ચાંડાલ સુધીના સર્વને ભાગ આપવો જોઈએ.૨૦
રાજા પરીક્ષિતને જુદા જુદા ઋષિઓ ભાગવતધર્મ સમજાવે છે. તેમાં ચમસ ઋષિ કહે છે: “સ્ત્રી શુદ્ધ વગેરે ઉપર તમારા જેવાએ તે દયા રાખવી જોઈએ.”૨૧ હરિ કહે છે: “જે માણસ ભૂતમાત્રમાં ભગવાનનું – આત્માનું દર્શન કરે છે, અને ભગવાનમાં – આત્મામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com