________________
કેટલીક “ઈતિહાસ સ્થાએ પર, ને એને દીકરો રાજા થયો.૧૩ વ્યાસજી સત્યવતીના કાનીન પુત્ર હતા.૧૪ વિદુર વ્યાસજી – કૃષ્ણ દ્વૈપાયન અને દાસીના દીકરા હતા. તે ધર્માત્મા અને બુદ્ધિમાનામાં શ્રેષ્ઠ હતા.૧૫ ધૃતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર એ ત્રણેય ભાઈઓને ભીષ્મ દીકરાની પેઠે ઉછેર્યા. તેમને બધા સંસ્કાર કરાવ્યા, અધ્યયન કરાવ્યું; ત્રણેને વેદ અને વેદાંગને પણ અભ્યાસ કરાવ્યો. વિદુરના જેવું ધર્મજ્ઞાન તે વખતે કેઈને નહોતું.૧૨ ભીષ્મ વિદુરને પણ પોતાના “કુલતતુ' કહ્યા છે.૧૭ વિદુરે કરેલા ધર્મોપદેશ મહાભારતમાં ઠેકઠેકાણે આવે છે. કૃષ્ણને પણ વિદુર પ્રત્યે ઘણે જ પ્રેમ હતો. વ્યાસે કહેલુંઃ “વિદુર મહાબુદ્ધિશાળી, મહાન યેગી, અને મહામના છે. એ પુરુષવર જેવો બુદ્ધિશાળી તો દેવામાં બૃહસ્પતિ કે અસુરેમાં શુક્ર પણ નથી.”૧૮ યુદ્ધને અન્ત યુધિષ્ઠિરે વિદુરની શોધ કરી. એ તો હિમાલયમાં તપ કરતા હતા. શરીર જીર્ણ થઈ ગયું હતું. યુધિષ્ઠિરને જોયા પછી વિદુરને પ્રાણ નીકળી ગયો ને શરીર સ્તબ્ધ થઈ ગયું. એને દાહ દેવાની આકાશવાણીએ ના કહી, કેમ કે એમણે તો યતિધર્મ સ્વીકારેલો હતો.૧ શુદ્ર માતાના દીકરા આવા ધર્માત્મા પણ થઈ શકતા હતા.
નિષાદ જાતિને એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો ત્યારે કોણે એને ના પાડી; એમાં કારણ એ ન બતાવ્યું કે “તું નિષાદ હેઈ અસ્પૃશ્ય છે.' એને ભણાવ્યો નહીં, કેમ કે એ અજુનથી ચડી જાય એ દ્રોણને રુચતું નહોતું. પણ એ દ્રોણના ચરણ પકડી પગે લાગેલે, દ્રોણે તેની પૂજા સ્વીકારેલી, ને તેણે દ્રોણને ગુરુદક્ષિણમાં જમણો અંગૂઠો પણ કાપી આપેલ.૨૦ નિષાદો જે અસ્પૃશ્ય ગણાતા હેત તો આવું બની શકત નહીં.
યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞમાં પ્લેચ્છ ગણતી જાતિના લકે પણ આવેલા.૨૧ એવી અનેક જાતિઓએ ભારતયુદ્ધમાં પણ ભાગ લીધેલ.૨૧ શાન્તિપર્વમાં નિષાદની ઉત્પત્તિની કથા આપેલી છે. તેમાં કહ્યું છે કે અધમ અને રાગદ્વેષથી વર્તનારા વેન રાજાને ઋષિઓએ મંતરેલા દથી મારી નાખ્યો. તેના જમણું સાથળને ઋષિઓએ મંત્રોથી વિલે. તેમાંથી વિકૃત, ઠીંગણે, બળેલા દૂઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com