________________
જન્મ અને આચાર જાતિના ઉત્કર્ષ અને અપકર્ષના આ સિદ્ધાન્તથી, શુદ્ર વગેરેને સદાચારી થઈને બ્રાહ્મણત્વ સુધી પહોંચવાની તક મળતી; તેમ જ બ્રાહ્મણને માથે સદાચારી બનવાની જવાબદારી રહેતી. મનુ જેવા પ્રસિદ્ધ સ્કૃતિકારે પણ આ સિદ્ધાન્તનું સમર્થન કર્યું છે. તે કહે છે : અંતર્બાહ્ય સ્વચ્છતાવાળો, પિતાથી શ્રેષ્ઠ માણસની સેવા કરનારો, મૃદુ વાણું બોલનારે, અહંકાર વિનાનો, અને હંમેશાં બ્રાહ્મણદિને આશ્રયે રહેલો માણસ ચડીને પોતાના કરતાં ઉત્કૃષ્ટ જાતિમાં જાય છે. ૨૦ વળી દરેક યુગમાં માણસ, તપ અને બીજના પ્રભાવ પડે, જન્મની જાતિ છેડીને ઉત્કર્ષ કે અપકર્ષ પામ્યા છે. આ ક્ષત્રિય જાતિઓ ધીરે ધીરે કર્મો ને સંસ્કારોના લેપથી, ને બ્રાહ્મણનું દર્શન ન થવાથી, જગતમાં ત્વને પામી છે. ૨૧ - જે વર્ણવ્યવસ્થા આવી સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ હતી તે આગળ ઉપર અગતિક બની ગઈ, એને લીધે એનાથી જે લાભ થવો જોઈતો હતો તે પૂરેપૂરો ન થવા પામ્યો, ને એની અંદર રહેલું જે કંઈ સારું તત્વ હતું તે ઘણે અંશે ઢંકાઈ ગયું.
ટિપણે , ૧. દિયોની હે જ્ઞાતસ્ય નિતિષતઃ |
वैश्यत्वं भवति ब्रह्मन् क्षत्रियत्वं तथैव च ।
સાવે વર્તમાન ગ્રામમિત્રાયતે | વન. ૨૬; ૨૨–૨. २. सर्वोऽयं ब्राह्मणो लोके वृत्तेन तु विधीयते । . वृत्ते स्थितस्तु शूद्रोऽपि ब्राह्मणत्वं नियच्छति ॥
અનુ. ૨૪૨; ૪૧-૧૦, 3. शूद्रोऽपि शीलसम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत् ।
ब्राह्मणोऽपि क्रियाहीनः सद्रात्प्रत्यवरो भवेत् ॥ वन. ४. न जातिः कारणं तात गुणाः कल्याणकारणम् ।
वृत्तस्थमपि चाण्डालं तं देवा ब्राह्मणं विदुः ॥ व्यासस्मृति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com