________________
ઉપસંહાર
૩૩૫ ધર્મો ગૂંગળાઈ જાય છે. નિષ્માણ થઈ ગયેલી. રૂઢિઓ ને જડ બની ગયેલા ધર્મસિદ્ધાન્તોને વાળીઝૂડીને ફેંકી દેવાં, અને ફિલસૂફી, નીતિધર્મ અને તત્ત્વાનુભવમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ ધર્મનાં ત ને રૂઢિઓને નવેસર ગોઠવતા રહેવું – એનાથી ધર્મનું તેજ જેટલું સચવાય છે ને વધે છે તેટલું બીજા કશાથી સચવાતું ને વધતું નથી.”
. વળી ધર્મવેત્તાઓએ આપણને સંસારમાં રહેલાને એમ નથી કહ્યું કે “અમે ઉપદેશેલે ધર્મ તે તો એકલા ભગવાનને અથવા કેવળ સાધુસંન્યાસીને આચરવાનું છે, અને તમે સંસારીઓ -તે સદા કાદવ જ ખૂંદ્યા કરજે.' અને છતાં આપણે ફરીફરી સાંભળીએ છીએ કે “એ તો ભગવાન હતા તેમણે આમ કર્યું, એ તો સંન્યાસી હતા તેમણે આમ કર્યું, એ તો દયાળુ હતા તેથી આમ કર્યું.” આ દલીલને હિંદુ ધર્મમાં સ્થાન કેમ હોઈ શકે? ભગવાને તો ગીતામાં કહ્યું : “અગાઉ થઈ ગયેલા પૂર્વજોએ જેમ કર્મ કર્યું તેમ તું પણ કર્મ જ કર.”9 અર્થાત તેમના દૃષ્ટાન્તનું અનુકરણ કરવળી કહ્યું: “શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે તે જ ઇતર અર્થાત સામાન્ય લેકે કરે છે, તે જેને પ્રમાણુ બનાવે છે તેને લોકે અનુસરે છે.”૮ મનુએ કહ્યું: “વિદ્વાન, સંત, અને રાગદ્વેષરહિત પુરુષોએ જેનું હંમેશાં માવરણ કર્યું છે, અને જેને તેમણે હૃદયથી કબૂલ રાખ્યો છે, તે ધર્મને તમે જાણે.”૯ વળી આખો વેદ, તે જાણનારાઓની
સ્મૃતિ ને તેમનું શીલ, તથા સાધુસંતેનું કારણ, અને આત્માનો સતોષ, એટલાં ધર્મ જાણવાનાં સાધન છે.”૧૦ અહીં પણ સજજનો, વિદ્વાન ને સાધુસંતોએ માત્ર ધર્મને અનુસરવાનું કહેલું છે. વળી તેમણે અમુક વસ્તુ આપણને કરવાની રહી તેનું શું? ભાગવતે કહ્યું: “અહિંસા, સત્ય, અસ્તેય, અકામ, અક્રોધ, અલભ, અને ભૂતમાત્રનું પ્રિય તથા હિત ઈચ્છવું તે – આ ધર્મ સર્વ વર્ણોને માટે છે.”૧૧ રામાનુજ, વલ્લભ, ચૈતન્ય, સહજાનંદ વગેરે મહાપુરુષોએ કરેલા ધર્મોપદેશ સંસારી ગૃહસ્થને માટે નથી, એવું આપણે માન્યું નથી, નહીં તો આપણે તેમનાં વચનામૃતોનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com