________________
ક૨૨
સંદિરમશ અને શાસ્ત્ર હરિજનોને પ્રવેશ મળ્યાની ખબર ન આવી હોય. રામેશ્વર, શ્રીરંગમ, તિરૂપતિ એ તે જગતનાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ મંદિરોની બરાબરી કરી શકે એવાં ગણાય. ત્યાંથી આજે અસ્પૃશ્યતા ગઈ છે. દક્ષિણ ભારત, જે અસ્પૃશ્યતાને મોટામાં મેટે ગઢ હતો, ત્યાં આ અદ્ભુત કાન્તિ થવા પામી છે; અને ત્યાંથી અસ્પૃશ્યતાને કાયમને દેશવટે મળ્યો છે.
આ મન્દિર ખૂલવાથી ત્યાં શું કઈ ઉત્પાત થવા પામ્યો છે? ત્યાં કંઈ આભ તૂટી પડયું છે? શું ભગવાનની મૂર્તિઓની પવિત્રતા નષ્ટ થવા પામી છે? શું ત્યાં જૂના પૂજારીઓ પૂજા નથી કરતા? શું ત્યાં લાખો યાત્રીઓ અગાઉ આવતા તેમાં કશો ઘટાડો થયો છે? એમાંનું કશુંયે ત્યાં થવા પામ્યું નથી. શંકર અને રામાનુજ, આળવારે ને નાયનારાના નિવાસથી એક કાળે પુનિત થયેલી એ ભૂમિ આજે ફરી પુનિત થઈ છે, અને સાચી તીર્થભૂમિ બની છે.
ગુજરાતમાં લુણાવાડાના મહારાણા સાહેબે ૧૯૪૬ના નવેંબર માસમાં તેમના રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરતું નીચે પ્રમાણેનું ફરમાન કાર્યું છે:
આજની તારીખથી ઢેડ, ભંગી, ચમાર, વણકર વગેરે પછાત અને અસ્પૃશ્ય ગણાતી કોમના લોકો માટે એફિશિયલ તમામ લખાણમાં
હરિજન” શબ્દ વાપરવો. આ જ પ્રમાણે મ્યુનિસિપાલિટી તેમજ બીજી અર્ધ સરકારી સંસ્થાઓએ પણ “હરિજન” શબ્દ વાપરો. સરકારી તમામ શાળાઓ, સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી તમામ શાળાઓ, તેમ જ, સરકારની મંજૂરીથી ચાલતી શાળાઓ, અને સરકારી તમામ દવાખાનાઓ આજની તારીખથી હરિજને માટે ખુલ્લાં મૂકવામાં આવે છે. સર્વે સરકારી ઓફિસ તેમ જ અર્ધ સરકારી ઓફિ પણ દરેક રીતે હરિજને માટે ખુલ્લી મૂકવામાં આવે છે. સાર્વજનિક કૂવા, તળાવો, વા અને નાહવાવાનાં સ્થળો પણ હરિજનો માટે આજની તારીખથી ખુલ્લો મૂક્વામાં આવે છે. રાજ્યની મિલકત ગણાતાં તમામ મંદિર – શ્રીલુણેશ્વર, શ્રી અંબાજી, શ્રી રણછોડજી – અને ધાર્મિક સ્થળો પણ આજથી હરિજન માટે ખુલ્લાં મૂકવામાં આવે છે. અમોને ઉમેદ છે કે અમારા વહાલા પ્રજાજનનાં તમામ અંગો આ ફરમાનનું સંપૂર્ણ પણે પાલન કરશે અને કરાવશે. (તા. ૩૦-૧૧-'૪૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com