________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા સર્વ મંદિરમાં હરિજનેને બીજા હિંદુઓના જેવી જ શરતે દાખલ થવાની છૂટને એક ઢઢેરો કાઢ્યો. અસ્પૃશ્યતાની જડ હિંદના બીજા " બધા ભાગે કરતાં ત્રાવણકરમાં ઊંડી ઊતરેલી. ત્યાં “સવ” હરિજનના પડછાયાથી પણ અભડાય. અમુક રસ્તાઓ પર હરિજન જઈ ન શકે. હરિજનમાં નાયડી નામને એક વર્ગ, તેને તે ગામમાં આવવું હોય તો બે લાકડાં જોરથી અફાળવાં પડે, જેનો અવાજ સાંભળીને સવર્ણો પોતાનાં ઘરમાં ભરાઈ જાય. બધે એમ મનાતું કે ત્રાવણકોરમાંથી અસ્પૃશ્યતા જશે ત્યારે આખા દેશમાં બીજે ક્યાંય નહીં રહી હેય. એ ત્રાણવકારમાં મંદિરનાં દ્વાર આટલાં જલદી ઊધડશે એવું સ્વપ્ન પણ કોણે ધાર્યું હોય? પણ એ શુભ દિવસ ઈશ્વરે આર્યો. આ રહ્યો ત્રાવણકોરના મહારાજા સાહેબને એ ઐતિહાસિક રેઃ
આપણે ધર્મ સનાતન સત્ય પર રચાયેલો છે એવી અમારી દૃઢ પ્રતીતિ છે; ઈશ્વરી પ્રેરણા ને વિશ્વવ્યાપી સહિષ્ણુતા એ એના પાયા છે એવી અમારી આસ્થા છે; સૈકાઓ થયાં સમયના પલટા પ્રમાણે તેણે આચારમાં જરૂરના ફેરફારો કર્યા છે એમ અમે જાણીએ છીએ અને અમારી હિંદુ પ્રજામાંથી કેઈમ તેનાં જન્મ, જાતિ કે કમને કારણે હિંદુ ધર્મનું. આશ્વાસન ને સમાધાન મળવાને પ્રતિબંધ ન હોવો જોઈએ એવી અમારી. ઉત્કટ ઇચ્છા છે; એટલે અમે આથી જાહેર કરીએ છીએ ને આજ્ઞા કરીએ છીએ કે, મંદિરનું યોગ્ય વાતાવરણ જળવાઈ રહે ને તેના વિધિ ને આચારે સચવાઈ રહે તે માટે અમે જે નિયમ ને શરતે ઘડીને જાહેર કરીએ તેનું પાલન થવું જોઈએ એ મર્યાદા રાખીને; હવે પછી અમારા ને અમારી. સરકારના અંકુશ નીચેનાં મંદિરમાં જન્મ કે ધર્મે હિંદુ એવા કઈ પણ. માણસને પ્રવેશ ને પૂજા કરવાને બિલકુલ પ્રતિબંધ નહીં રહે.”
મંદિરમાં જે જે જગાએ, જેટલી છૂટથી, ને સ્વચ્છતા વગેરેને. લગતા જે નિયમો પાળીને, ઊંચામાં ઊંચો ગણાતો બ્રાહ્મણ જઈ શકે તે જગાએ, તેટલી છૂટથી, ને તે જ નિયમ પાળીને હરિજન રાજ્યનાં મંદિરોમાં જતા થયા. ૧,૫૨૬ મંદિરોને ઢંઢેરામાં સમાવેશ થત: હતે. આમાંથી ૧૫૫ મેટાં મંદિર છે, ને તેમાંનાં ૧૨ તો આખા. ભારતવર્ષમાં વિખ્યાત એવાં મહામંદિરે છે (દા. ત. કન્યાકુમારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com