________________
૨૫
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
ઈ. સ. ૧૯૩૨માં બ્રિટિશ સરકારે ભાવિ રાજ્યબંધારણમાં હરિજનને ઇતર હિંદુથી નોખાં મતદારમંડળો આપવાનું જાહેર કરેલું, તેની સામે વિરોધરૂપે – તે રદ ન થાય ત્યાં સુધીને માટે –ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ આદરેલો. તેને પરિણામે હરિજન અને હરિજનેતર આગેવાને વચ્ચે પૂના કરાર (જેને ગાંધીજી “ યરવડાનો કરાર’ કહે છે) થયા. તે કરાર થયા પછી તરત, તા. ૨૫મી સપ્ટેબરે, મુંબઈમાં માલવીયજી મહારાજનાં અધ્યક્ષપદે મળેલી, હિંદુ પ્રતિનિધિઓની સભાઓ, નીચેનો ઠરાવ એકમતે પસાર કર્યો
આ પરિષદ ઠરાવ કરે છે કે હિંદુ સમાજમાં હવે પછી કોઈને પણ તેના જન્મને કારણે અસ્પૃશ્ય ગણવામાં નહીં આવે અને જેમને અત્યાર સુધી અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેમને જાહેર કૂવા, જાહેર નિશાળે, જાહેર રસ્તા, અને બીજી બધી જાહેર સંસ્થાઓને વાપર કરવાને બીજા હિંદુઓ જેટલો જ હક રહેશે. આ હકને પહેલી તકે કાયદાની મંજૂરી આપવામાં આવશે; અને જે સ્વશજ મળતા સુધી એવી મમરી નહીં મળી હેય, તે સ્વરાજ પાર્લામેંટના સૌથી પહેલા કાયદામાંનો એક આ હશે.”
વળી એમ પણ ઠરાવવામાં આવે છે કે અત્યારે અસ્પૃશ્ય ગણાતા વર્ગો પર જે સામાજિક પ્રતિબધે રૂઢિએ મૂકેલા છે તે બધા તેમ જ મનિરપ્રવેશ વિષેને પ્રતિબન્ધ, વાજબી અને શાન્તિમય એવાં તમામ સાધનો વાપરીને, દૂર કરાવવાને તમામ હિંદુ આગેવાનોને ધમ રહેશે.”
આ અરસામાં મુંબઈમાં તેમ જ બીજે કેટલાંક મન્દિરા તેમના ટ્રસ્ટીઓએ હરિજને માટે ખુલ્લાં જાહેર કર્યા હતાં. તે વરસે, એટલે કે ૧૯૩૨માં જ, શ્રીમંત ગાયકવાડ સરકારના હુકમથી, વડોદરા રાજ્યનાં બધાં જ સરકારી દેવાલયો દર્શન અને પૂજા અર્થે હરિજન માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. વડોદરા શહેરમાં માંડવી પાસે જાણીતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com