________________
મદિરપ્રવેશ અને શા વેદવચનને અનુસરીને સ્મૃતિઓએ પણ કહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે બ્રાહ્મણ કેશુ? છવ બ્રાહ્મણ છે? દેહ બ્રાહ્મણ છે? જાતિ બ્રાહ્મણ છે જ્ઞાન, કર્મ, દાનધર્મ એમાંથી બ્રાહ્મણ કોણ છે?
* એમાં પહેલે જીવ લઈએ. શું જીવ બ્રાહ્મણ છે?
છે. કેમ કે દેહ તે ઘણા થઈ ગયા ને ઘણું થશે, પણ દેહને ધારણ કરનાર છવ તે એક જ છે. એક જ છવ કર્મવશાત અનેક દેહ ધારણ કરે છે. અને એ બધાં શરીરમાં જીવ તો એને એ જ રહે છે. એટલે જીવ એ બ્રાહ્મણ નથી.
“ત્યારે શું દેહ બ્રાહ્મણ છે?• • * “ના. કેમ કે મનુષ્યમાત્રના દેહ પંચમહાભૂતના બનેલા છે. સહુના દેહનાં તો એક જ હાઈ બધા દેહ એકરૂપ છે. સર્વ દેહને જરા મરણ વગેરે ધર્મો સરખા જ લાગુ પડે છે. વળી બ્રાહ્મણનો રંગ ધૂળે હાય, ક્ષત્રિયને રાતો હોય, વૈશ્યને પીળો હોય, શકો કાળે હેય, એ તો કંઈ કુદરતી નિયમ નથી. દેહ જે બ્રાહ્મણ હત, તે પિતા વગેરે સગાંસંબંધીના મૃત દેહ બાળવાથી પુત્ર વગેરેને બ્રહ્મહત્યાનું પાપ લાગત. એટલે દેહ બ્રાહ્મણ નથી.
તે શું જાતિ બ્રાહ્મણ છે?
ના. મનુષ્યતર પ્રાણીઓની અનેક ભિન્ન ભિન્ન જાતિઓમાં ઘણું મહર્ષિઓ થઈ ગયા છે. ગુષ્યશૃંગ હરણને પેટે, કૌશિક કુશમાંથી, જાંબૂક શિયાળને પેટે, વાલ્મીકિ કીડીના રાફડામાંથી, વ્યાસ માછીની કન્યાને પેટ, ગૌતમ સસલાની પીઠમાંથી, વસિષ્ઠ અપ્સરા ઉર્વશીને પેટે, અને અગમ્ય કળશમાંથી, જન્મ્યા હતા એમ કહેવાય છે. તેઓ બ્રાહ્મણ જાતિના નહાતા, છતાં જ્ઞાન પ્રાપ્ત કરીને રષિપદ પામ્યા. એટલે જાતિ બ્રાહ્મણ છે એમ ન કહેવાય.
તે શું જ્ઞાન બ્રાહ્મણ છે?
ના. કેમ કે ક્ષત્રિય વગેરેમાં પણ પરમાર્થદશ જ્ઞાનીઓ પણ થઈ ગયા છે. એટલે જ્ઞાન એ બ્રાહ્મણ નથી. . “તો શું કર્મ બ્રાહ્મણ છે? .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com