________________
સહાનદ સ્વામી અવેરીને ત્યાગ કર્યો. એ શું પરચો નથી? શ્રી સ્વામીનારાયણને સત્સંગી થયો, તે તમે મને તમારી ગાદી પાસે બેસાડો.”૫. - સહજાનંદ સ્વામીએ એકલા ગુજરાત કાઠિયાવાડમાં જ કેટલા બધા પ્રવાસ કરેલા ! સુરતથી ગઢડા સુધી તેઓ ફરતા, ને ગામડાંમાં લોકોને સંબોધ આપતા. ગામ પિપલાણામાં એક જમાદાર મુસલમાન આવી વંદના કરીને સભામાં બેઠે, તેને તેમણે ભગવધાત કરી. સુરતમાં અરદેશર કોટવાળ પારસીને ત્યાં તેઓ ગયેલા, ને અરદેશરે મહારાજની પૂજા કરેલી. એક વાર એમને જોઈ એક ભરવાડે કહ્યું: “આ સેનાની મૂકવાળી તરવાર બાંધીને પાળા જેવો જણાય છે, પણ તે અમારી વાત છે. તે વિના આવું ડહાપણ હાય નહીં.” મહારાજ બોલ્યા: “તમારી જાતિમાં બહુ ડહાપણ?” ભરવાડ કહેઃ “સે નાગર ભેળા કરે તેય અમારા જેવું ડહાપણું ન હેય. મહારાજ કહે : “જુઓને, કેવું જાતિનું અભિમાન છે !” એક ગામમાં બે સપારણેએ એમને બાવળનાં દાતણ આપેલાં, એમ સમજીને કે આ દાતણ ખુદાને આપ્યાં. ત્યારે મહારાજે કહ્યું કે તમારા બેયનાં કલ્યાણ થશે.”
મેસાણામાં એક ડોસીને ત્યાં મહારાજ અને તેમના સાથને મુકામ હતો. ત્યાં “ખીચડી ને શાક જમ્યા, ને સર્વે સંતને અને અસવારને જમાડ્યા, તેય તે બે વધી પડ્યાં. પછી તેને ઢાંકી મેલ્યાં, ને તે સર્વે સૂઈ રહ્યા. સવારે ચાલવા તૈયાર થયા ત્યારે તે ડોસી બોલી જે “મારું રાંડરાંડનું બગાડશો?” પછી મહારાજ સને કહે: “જમવા બેસે.” ત્યારે સર્વે બોલ્યા જે “હે મહારાજ! દાતણ કર્યા નથી, નાહ્યા નથી, ને દાતણ નાથા પૂજા વિના કેમ જમાય?” ત્યારે મહારાજ બોલ્યા જે “દાતણની નાહ્યાની એ તો ટેવ પડી છે. પણ આત્માને શો બાધ છે?” એમ કહીને મહારાજે ખીચડી ને શાક સર્વેને જેમાડી દીધાં. એટલે તે ડેાસી બોલી જે “આ રહ્યો માર્ગ.” પછી મહારાજ ત્યાંથી પધાર્યા.”૪૭ અહીં આત્મધર્મ અને દેહધર્મ વચ્ચેનો ભેદ બતાવ્યો છે, અને બહારની છછ ને આભડછેટ રાખનારને પરોક્ષ રીતે બોધ આપ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com