________________
૨૩૪
સંદિપ્રવેશ અને શા લગાડવાને અર્થે કહીએ છીએ જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારાં પુષ્પ છે. તે ભક્તને સારું લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પિતાના સુખને અર્થે એકેય યિા નથી. ૧૨
સાથે સાથે વર્ણાશ્રમના અભિમાનનો ત્યાગ કરવાનો બેધ તેમણે ફરી ફરીને આપ્યો છેઃ “જ્યાં સુધી (માણસ) દેહને પિતાનું રૂ૫ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી ........ એવો સાધુ તે હું છું કે મારે વચમનું છે. માન નથી.૧૩ વળી કહ્યું : “જેણે પિતાનું કલ્યાણ ઈરછવું તેણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢક્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું.”૧૪ વળી વર્ણાશ્રમ એ કેટલી ગૌણ વસ્તુ છે, અને ધર્મને સાર તે બીજે જ છે, તે બતાવવા કહ્યું: “જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રન્થ ર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાન્ત છે, અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે, જે આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વ શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે, અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે, તેણે કરીને કોઈ કલ્યાણ થતું નથી; અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તે સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે.”૧૫ પોતાની સાધનાને અનુભવ વર્ણવતાં કહ્યું: “તેમ જ (મું) અહંકારને કહ્યું જે ભગવાનના દાસપણા વિના બીજું અભિમાન ધર્યું તે તારે નાશ કરી નાખીશ.”૧૧ (પિતાના દષ્ટાન્તને આ આદર્શ તેમણે સત્સંગીઓ તેમ જ ધાર્મિક વૃત્તિવાળા સર્વ મનુષ્યો આગળ રજૂ કર્યો છે, ને ખરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com