________________
મહારાષ્ટ્રને સંતમેળે
૧૯૯ ગયા જેમની છાપ આ દેશ ને તેની પ્રજા ઉપર ન ભૂંસાય એવી રહી ગઈ છે, અને તેથી મહીપતિએ એમનાં ચરિત્રનો પોતાના “ભક્તિવિજય”માં સમાવેશ કર્યો તે વાજબી ઠરે છે. આ સાધુસંતેમાં ઘેડીક સ્ત્રીઓ હતી, ને થોડાક ઇસ્લામમાંથી હિંદુ ધર્મમાં આવેલા પુરુષ હતા. આ આખી સંતપરંપરામાં લગભગ અડધા જેટલા બ્રાહ્મણ હતા; અને બીજા અડધામાં બીજી બધી વાતો – મરાઠા, કણબી, દરજી, માળી, કુંભાર, સેની, પસ્તાયેલી વેશ્યા, દાસી અને મહાર સુધ્ધાં –નાં માણસે હતાં. આ ધાર્મિક ઉત્થાનનું મહત્ત્વ, ઘણે અંશે, અમે ઉપર ગણાવી એ હકીકતોને આભારી છે; કેમ કે તે સ્પષ્ટપણે બતાવી આપે છે કે ઉચ્ચતર આત્મજ્ઞાનનો પ્રભાવ કઈ એકાદ વગ ઉપર જ પડીને અટકી ગયો એવું નથી; પણ તે સમાજના સર્વ થરેમાં – પુરુષ અને સ્ત્રી, ઊંચ અને નીચ, ભણેલા ને અભણ, હિંદુ અને મુસલમાન સહુમાં – ઊંડે ફેલાઈ ગયો હતો . . . ચાંગદેવ અને જ્ઞાનદેવ, નિવૃત્તિ અને સંપાન, મુક્તાબાઈ અને જની, આક્કાબાઈ અને વેણબાઈ, નામદેવ અને એકનાથ, રામદાસ અને તુકારામ, શેખ મહમદ અને શાન્તિ બહામની, દામાજી અને ઉદ્ધવ, ભાનુદાસ અને કૂર્મદાસ, બેધલે બાવા અને સંતો પવાર, કેશવ સ્વામી અને જયરામ સ્વામી, નરસિંહ સરસ્વતી અને રંગનાથ સ્વામી, ચેખામેળા અને ગોરા કુંભાર, નરહરિ સોની અને સાવતા માળી, બહિરંભદ્ર અને ગણેશનાથ, જનાર્દન પંત અને મુદ્દે પંત, અને બીજા ઘણા – એ નામોની હારમાળા સાક્ષી પૂરે છે કે મહારાષ્ટ્રની એ હિલચાલમાં કેવી ઊંચા પ્રકારની ક્રિયાશક્તિ રહેલી હતી. હિંદના બીજા ભાગે કરતાં અહીં સાધુસંતોમાં બ્રાહ્મણોનું પ્રમાણ વધારે છે. બીજે બ્રાહ્મણેના કરતાં ક્ષત્રિયો ને વિએ વધારે પ્રમાણમાં સાધુસંત પેદા કર્યા હતા. ૧૬
આ દેશમાં પ્રાચીન શાસ્ત્ર અને પ્રણાલિકા નિજીવ બની ગયાં હતાં. તેના પર એકલા બ્રાહ્મણોને કબજો થઈ ગયો હતે. એક જાતિની આ શિરજોરી સામે એ સાધુસંતેએ ભારે મર્દાનગી ને શરાતનથી વિરોધ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. મનુષ્યના હદયમાં વસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com