________________
વૈતન્ય કેટલાક પઠાણ સંપ્રદાયમાં દાખલ થયેલા, તે “પઠાણુ વૈષ્ણવ " તરીકે ઓળખાયેલા. તેમાંના એક બિજુલીખાને સંન્યાસ ગ્રહણ કરેલો.
ચિતજે જે થોડાક સંસ્કૃત શ્લેકે લખ્યા છે તેમાંના એકમાં કહ્યું છે : “જે માણસ ઘાસના તરણ કરતાં નમ્ર હોય, વૃક્ષના કરતાં વધારે સહનશીલ હેય, બીજાને માન આપતા હોય છતાં પિતાને માનની ઈચ્છા ન હોય, તે હંમેશાં હરિનું નામ લેવાને લાયક છે.' આ નમ્રતાની ભાવના તેમના સંપ્રદાયનું એક મુખ્ય લક્ષણ છે. હિંદુ સમાજના નીચામાં નીચા ગણાતા વર્ગોને ભક્તિ કરવાનો
અધિકાર છે, એમ ચેતન્ય હંમેશાં કહેતા. તેથી આજે બંગાળમાં - સાવ સામાન્ય માણસે – ભંગી સુધ્ધાં – જે ગીત ગાય છે તેમાં કહે છે કે “આ, ને જે અવતારી પુરુષ જાતિભેદ માનતા નથી તેમનાં દર્શન કરે.” પ્રભુભક્તિનો માર્ગ ચૈિતન્ય અતિ સરળ કરી મૂક્યો હતો. એમનાં સંકીર્તમાં સર્વ નાતજાતનાં માણસો ભળતાં.
તેમણે જન્મ, માબાપ ને સામાજિક દરજ્જાના કશા ભેદભાવ વિના સર્વ સ્ત્રીપુરુષને ભક્તિમાર્ગના ઊંચામાં ઊંચા પદ સુધી પહોંચવાનો અધિકાર આપ્યો હતો.”૧૦ આ સંપ્રદાયમાં નીચી ગણાતી જાતિના માણસો પણ વિદ્વત્તા પ્રાપ્ત કરીને ઘણે ઊંચે પદે પહોંચ્યા હતા. એમાંના એકનું નામ શ્યામાનંદ હતું. વૈષ્ણવોના ટલમાં નાતજાતના ભેદ વિના વિદ્યા શીખવવામાં આવતી. સ્ત્રીઓને પણ સારી પેઠે કેળવણુ મળતી. એવી અનેક વૈષ્ણવ ભક્ત સ્ત્રીઓ પણ એ સંપ્રદાયમાં થઈ ગઈ છે. તેમાંની એક તે ચૈતન્યની પૂર્વાશ્રમની પત્ની વિષ્ણુપ્રિયા હતી.
સુશીલકુમાર દે લખે છેઃ “ચતન્યને પોતાને મન નાતજાતનો ભેદભાવ ન હોય તેયે તેઓ બીજાના મનમાં રહેલા એવા ભેદભાવને માન આપતા . . . બીજી તરફ, ચૈતન્ય સનાતન અને રૂપને કહેલું કે કૃષ્ણની ભક્તિમાં નાતજાત કે કુળનો વિચાર કરવાનું રહેતું નથી. પણ આ ભ્રાતૃભાવ માત્ર ધાર્મિક બાબતમાં હોય, અને સામાજિક વિષયોમાં ન હોય, એમ દેખાય છે. તેમણે કહેલું સંકીર્તન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com