________________
વલભાચાય
૧૪ વળી “માણસના દોષ જોવા માટે હરિગુણનું ગાન એ જ એકમાત્ર સાધન છે.”૩૧ તેથી ભક્તિમાર્ગમાં પ્રાયશ્ચિત્ત વગેરેની અટપટી વ્યવસ્થા નથી. તે તો કહે છે કે આત્માને ધુઓ; એ ખરી શુદ્ધિ છે; એ પાપાચનનું ખરું સાધન છે. કેવળ દેહને જોવાથી શું વળવાનું છે? મહાભારત કહે છે: “આત્મા નદી છે; સંયમ એના પર આવેલું પુણ્યતીર્થ છે; સત્ય એ નદીનો ધરો છે; શીલ એ નદી તટ છે; દયા એ નદીના જળ પર આવતા તરંગે છે. તે પાંડવ! એ નદીમાં સ્નાન કર. પાણી વડે દેહને ધોવાથી કંઈ અન્તરાત્મા શુદ્ધ થવાનો નથી.” ૩ર એટલા માટે જ વલ્લભાચાર્યો પણ કહ્યું છે કે “હે પ્રભુ! તમારા ચરણની કૃપાથી જ નમ્ર પ્રાણીઓનું પાપ ધોવાય છે; તેમાંયે ખાસ કરીને માણસનું. માણસમાં અત્યંત નમ્રતા આવે ત્યારે તે કેવળ પ્રભુને શરણે જાય છે, ને ધર્મમાર્ગનો – બાહ્યાચાર વગેરેનો – ત્યાગ કરે છે. (કેમ કે એને દેહનું અભિમાન જ રહેતું નથી, દેહને અંગે પડેલા જાતિભેદ તે વિસરી જાય છે.) દેહાભિમાન રહે ત્યાં સુધી તો જ્ઞાન પણ ન થાય.
જે માણસે નમ્ર છે, જેમને કશું અભિમાન નથી, તેમનો અધ:પાત થતું નથી. તેથી, હે પ્રભુ, તમારું ચરણ જ તેમના પાપનો નાશ કરે છે, તેમ જ તમારું ચિન્તન, તમારું દર્શન, તમારે સ્પર્શ, અને તમારું આલિંગન જ તેમના પાપનો નાશ કરે છે.'૩૩ વળી કહ્યું છે:
મારામાં વિવેક, ધૈર્ય, ભક્તિ, એમાંનું કશું નથી; હું પાપમાં અતિશય રચ્યોપચ્યો છું, ને દીન છું. એટલે મારે માટે તો કૃષ્ણ એ જ કરવાનું ઠેકાણું છે.”૩૪ એમના જેવા મહાપુરુષે આ વચનો ઉચ્ચાર્યા, તે આપણે જેવા અલ્પ મનુષ્યોએ તે પુણ્યશાળી હોવાનું અભિમાન જ ક્યાં કરવાનું રહ્યું?
ભગવાનને સર્વભાવે શરણે જવાનો, તેને સર્વસ્વ સમર્પણ કરવાને, જાતિ, વર્ણ, ધન, તપ,જ્ઞાન આદિ કશાનું જ અભિમાન ન રાખવાને, આ જે ભવ્ય ઉપદેશ આચાર્યશ્રીએ કરેલ છે તેને લીધે જ એમણે બતાવેલા માર્ગમાં હરિજનો ને મુસલમાન સુધ્ધાં સર્વનો પ્રવેશ થઈ શક્યો છે. ભાગવતને આચાર્યશ્રીએ ચોથું પ્રસ્થાન' ગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com