________________
શરૂઆતનાં પ્રકરણોમાં વેદ, તથા રામાયણ મહાભારત, અને સ્મૃતિઓ તથા પુરાણોનાં વચનોની આલોચના છે. જે પરંપરા “સ્માર્તધર્મને નામે ઓળખાય છે તેમાં પણ આજના જેવી અસ્પૃશ્યતાને તથા મંદિર પ્રવેશના નિષેધને સ્થાન નથી, એમ તે તે ગ્રંથકારોનાં વચનો તથા દષ્ટાતિ પરથી જોઈ શકાય છે. આ પછી ભક્તિમાર્ગ અથવા ભાગવતધર્મની અનેક શાખાઓની આલોચના આવે છે. જ્ઞાનમાર્ગ તથા કર્મમાર્ગમાં મંદિરોને સ્થાન નથી. મંદિરની જરૂર તથા તેનું સ્થાન ભક્તિમાર્ગમાં જ છે. તેથી ભક્તિમાર્ગને અગ્રેસરોનાં વચને મંદિરોને અંગે વિશેષ પ્રમાણભૂત ગણાવાં જોઈએ. પણ બાહ્યાચારને પ્રાધાન્ય આપનારે કર્મમાર્ગ મંદિર પર પોતાનો કબજો જમાવી બેઠો છે. તેથી આપણે જોઈએ છીએ કે ભક્તિ માર્ગના પ્રણેતાઓને છેક શરૂઆતથી તેની સામે સતત વિરાધને અવાજ ઉઠાવવો પડ્યો છે.
વસ્તીપત્રક ઉપરના પ્રકરણમાં આપેલી હકીકત, શાસ્ત્રવિચારથી સ્વતંત્ર રીતે પણ, આપણી આંખ ઉઘાડે એવી છે. છેવટે, હિંદુ સમાજના આગેવાનોએ ૧૯૩૨માં કરેલી પ્રતિજ્ઞા, ને મંદિરપ્રવેશની હિલચાલે કરેલી પ્રગતિને લગતી હકીકતો આપી છે; અને રાજસત્તા મંદિરના વહીવટ પર છેક પ્રાચીન કાળથી કે અંકુશ ધરાવતી આવી છે તેને લગતાં ઐતિહાસિક પ્રમાણે ટૂંકામાં આપ્યાં છે. આ વાતની ઉતાવળ શા સારુ કરો છો? હજુ જરા થોભી જાઓને, એવું કેટલાક મિત્રો કહે છે. તેમને એટલું જ કહેવાનું કે માલવીયજી મહારાજ જેવા પુણ્યાત્માના પ્રમુખપદ નીચે હિંદુ સમાજના આગેવાનોએ ગંભીર પ્રતિજ્ઞા કર્યાને પંદર વરસ તો થયાં. હજુ વધારે કેટલું થુભવું? અને મંદિરપ્રવેશ જે શાસ્ત્રસંમત હાય, તો હજુ વધારે ઢીલ કરવાને શો અર્થ છે?
આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન તેનાં કેટલાંક પ્રકરણે જુદા જુદા મિત્રોએ વાંચ્યાં. બીજા કેટલાકની જોડે મારે વાત થઈ. તેમાંના ઘણાએ પૂછયું: “તો પછી અસ્પૃશ્યતા આવી કેવી રીતે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com