________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર સ્વર્ગદ્દારતીર્થમાં મરણ પામનાર સ્વર્ગે જાય છે, એમ સ્કંદપુરાણમાં કહ્યું છે. એમાં બીજાઓની સાથે વર્ણસંકરે, કૃમિ, શ્લેચ્છ, ને સંકીર્ણ પાયોનિઓની પણ ગણના કરી છે. એટલે એ તીર્થમાં જવાની આ બધાંને છૂટ છે જ.૯ અણમોચનતીર્થમાં ચાર વર્ણો ઉપરાંત બીજાઓને પણ સ્નાન કરવાનો અધિકાર છે.૧૦ દેવીભાગવતમાં દેવીપીઠતીર્થનું વર્ણન છે, ત્યાં કહ્યું છે કે એ તીર્થમાં ચાકાલ વગેરે જે કઈ હાજર હોય તે સર્વ દેવીનાં રૂપ છે, ને તેથી તેમની પૂજા કરવી જોઈએ.’૧૧ પુરીમાં આવેલા જગન્નાથના મન્દિરમાં શ્રીકૃષ્ણ, બલભદ્ર ને સુભદ્રાની જે મૂર્તિઓ છે તેને વિવિધ વાઘોના નાદ સાથે મંચ ઉપર મૂકીને, લાખ બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈચ્ચે, શો ને બીજાઓએ – સ્ત્રીઓ તેમ જ પુરુષોએ – તેમનું પૂજન કરવું, એમ બંન્નારદીયપુરાણમાં કહ્યું છે.૧૨ એ જ મન્દિરને વિષે બ્રહ્મપુરાણું કહે છેઃ “પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક અને અન્ય જાતિઓનાં લાખ સ્ત્રીપુરુષાથી વીંટળાયેલા, હલાયુધની સાથે મંચ પર સ્થાપિત એવા, કૃષ્ણને લાખ ગૃહસ્થ, સ્નાતકે, યતિઓ ને બ્રહ્મચારીઓ સ્નાન કરાવે છે.”૧૩
રામેશ્વરના મન્દિરને વિષે ર્કપુરાણ વિસ્તારથી કહે છે:
'माणसोमां कोई ऊंचु नथी ने कोई नीचं नथी. माणसमात्र समान छे. જે માણસ ભક્તિભાવે રામેશ્વરના મહાલિંગનાં દર્શન કરે, જે શ્વપાક હેઈને પણ રામેશ્વરનો ભક્ત હોય, તેની બરોબરી આખા ભૂતળમાં કંઈ કરી શકતું નથી. મારી ભક્તિ કરવાની આઠ રીત છે – મારા ભક્તોને વિષે વાત્સલ્ય, તેમની પૂજા ને તેમનું પરિતોષણ, એ લિંગનું ભક્તિભાવે પૂન, ને તેને અર્થે દેહની ક્રિયાઓ. ... આવી અષ્ટધા ભક્તિ જે પ્લેચ્છમાં પણ હોય તેને જ મુક્તિક્ષેત્રને ભાગીદાર કહેવાય.”૧૪
વૃષભધ્વજતીર્થમાં બીજાઓ ઉપરાંત અન્યજોનાં નામ દઈને પણ પિંડ આપી શકાય છે.૧૫ ધ્રુવતીર્થમાં બ્રાહ્મણે વગેરે ઉપરાંત પ્રતિલેમ તેમ જ અનુલેમ બંને પ્રકારની સંતતિને પણ પિતાનું મં–છ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com