________________
(૭૨)
મહાવીર અને શ્રેણિક. ગૃહસ્થને ભવિતવ્યતા મેગે સંસારના સંપૂર્ણ સુખમાં છતાં તેને આવા વિચાર આવ્યા. એટલે પ્રાત:કાલે પિતાને પરિવાર એકઠે કરી, એમને સમજાવી, અનુજ્ઞા મેળવી, પોતાના પુત્રને પિતાના પદે સ્થાપન કરી પૂરણ નામને ગૃહસ્થ તાપસી દીક્ષા લઈ તાપસ થઈને ઉત્કૃષ્ટ તપ કરવા લાગ્યા. 1. પિત પ્રણામ જાતિનો તાપસ થયે. તેણે ભિક્ષા લેવા માટે ચાર પડવાળું કાષ્ટનું પાત્ર ગ્રહણ કર્યું. જ્યારથી તે તાપસ થયે ત્યારથી નિરંતર છઠ્ઠ--છઠ્ઠની તપસ્યા કરવા લાગ્યા. પારણાને દિવસે તે પેલા પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરી, પહેલા પડમાં પડેલી ભિક્ષા મુસાફરોને આપતા, બીજા પડમાં પડેલી ભિક્ષા કાગડા વગેરે પક્ષીઓને આપતે, ત્રીજા પડમાં આવેલી ભિક્ષા જલચર જેને આપતે ને ચેથા પડવાળી ભિક્ષા રાગદ્વેષરહિત પિતે ખાતો હતો.
બાર-બાર વર્ષ પર્યત એ પ્રમાણે તપ કરી છેવટે બિભેલ ગામની ઈશાન દિશાએ તેણે અણુશણ ગ્રહણ કર્યું. એક માસનું અણુશણ પાળી એ પુરણ તાપસ બાળપથી મૃત્યુ પામી ભુવનપતિનિકાયના અસુરકુમારનિકાયની દક્ષિણ દિશાએ ચમરચંચા નગરીમાં એક સાગરોપમના આયુષ્યવાળે મહાસમર્થ ચમરે થયો. ઉત્પન્ન થતાંની સાથે અવધિજ્ઞાનરૂપ નેત્રથી એણે બીજાં ભુવને જોવા માંડ્યાં.
૧ સર્વને પ્રણામ કરવા એ જ મુખ્ય ધર્મ છે જેનો એ તાપસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com