________________
ઉદયન રાજર્ષિ
(૩૫૩) “ભગવન! ઉદયન રાજર્ષિનું પરિણામે શું થશે?” અભયકુમારે પૂછયું.
“મહાતપસ્વી એ ઉદયન રાજર્ષિને અન્ય અપચ્ચે જનના સેવનથી મહાવ્યાધિ ઉત્પન્ન થશે, છતાં શરીર ઉપર નિઃસ્પૃહ શરીરવાળા ઉદયનમુનિ દવા કરશે નહિ; તેથી એમનો વ્યાધિ વૃદ્ધિને પામશે ત્યારે વૈદ્ય કહેશે કે આપ રોગની શાંતિને માટે દહી ખાઓ.”
પછી રાજર્ષિ ગાયોને નેહડો હશે તે સ્થાનકે આવીને રહેશે ને દહીને આહાર કરશે. અન્યદા વિહાર કરી તે વીત્તભયનગરે આવશે. ત્યાં તેના ભાણેજ કેશીને એના મંત્રીઓ ભરમાવશે. એમના ભરમાવ્યાથી ઉદયનને દહીમાં વિષ અપાવવાની તે ગોઠવણ કરશે, બે ત્રણ વાર તો દેવતા વિષ હરી લેશે, છતાં અન્યદા ઉપગ રહિત દેવતા થઈ જવાથી વિષ સહિત દહીનું ઉદયન ભક્ષણ કરશે. રાજર્ષિને ખબર પડશે ત્યારે પિતાનું અવસાન નજીક જાણીને તે અનશન કરશે. એક માસ અનશન પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ઉદયન રાજર્ષિ મોક્ષે જશે.”
ભગવન! ઉદયનના પુત્ર અભિચિનું શું થશે?” અભયકુમારે ફરીને પૂછયું. , “પિતાથી રૂષ્ટ થયેલે અભિચિ પિતાની માશીના પુત્ર કેણિકને શરણે આવશે. કેણિક એને સન્માન આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com