________________
પ્રકરણ ૧૭મું.
'
?
પરમસુખને માટે. વર્ધમાનકુમારને યદા સાથે ગ્રહવાસપણામાં કેટલાંક વર્ષ પાણીના પ્રવાહની માફક વહી ગયા, છતાં એ આત્મા સંસારથી નિર્લેપ હતે. માયાના બંધનમાં રહેવા છતાં એ બંધનમુકત આત્મા હતું. મારું શું ને પારકું શું એ વસ્તુ સ્વરૂપને જ્ઞાતા હતા. જ્ઞાનવાન આત્મા ગમે તેવી સ્થિતિમાં પણ જે સમ્યક જ્ઞાન હોય તે તે નિ. પજ રહે છે. પિતાને ઈચ્છા નહિ છતાં ફક્ત માતાપિતાની આજ્ઞાથીજ જેમને ગ્રહસ્થાશ્રમના બંધનમાં બંધાવું પડયું હતું. જગતમાં એ માયાબંધન માટે મનુષ્ય અનેક ગડમથલો કરે છે, ફાંફાં મારે છે, એને માટે અનેક કષ્ટ સહન કરે છે, છતાંય સર્વત્ર એ કાંઈ નિયમ નથી. ત્યારે આ મહાપુરૂષ અનિચ્છાએ વળગેલા બંધનને સમય આવે છોડવાને આતુર હતા. એને ત્યાગ કરવાને અનુકૂલ સમયની -રાહ જોતા હતા. યૌવન છતાં એ વર્ધમાનકુમાર નિર્વિકારી હતા. રાગ, દ્વેષ, માયા, મત્સર તેમજ વિષયની તૃષ્ણા રહિત હતા. માયાની મધ્યમાં છતાં એમની દ્રષ્ટિ માત્ર એક જ હતી: કયારે આ માયાનાં બંધનો ત્યાગ કરીને હું ત્યાગી બનું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com