________________
(૧૩૪)
મહાવીર અને એણિક. આવ્યા છે છતાં પણ તમે અમારી આટલી ઇચ્છા પૂર્ણ કરો તો ઠીક. ”
એના કરતાં તમારે પુત્ર દીક્ષા લઈ મહાન ત્યાગીતપસ્વી બને એ શું તમને નથી ગમતું માતા ! સંસારના મેહબંધનમાં બંધાઈ વાસનાના કીડા થવું એના કરતાં એ બધાંય મોહબંધનને ત્યાગ કરવાં એ શું ખોટું છે?”
તમારે દીક્ષા લેવી હોય તે ભલે, પણ એક વખત તમારે પરણવું તે પડશે જ. ઘરમાં પહેરીઓઢીને ફરતી તમારી વહુને જવાને હું ઘણી ઈન્તજાર છું. સંસારમાં સંસારીને એથી વિશેષ બીજી કઈ અભિલાષા હેય?”
“માતા! એ અભિલાષા તે તમારી પૂર્ણ થઈ ગઈ છે. મારા મોટાભાઈની વહુને જોઈ શું તમારી હોંશપૂરી નથી થઈ?”
પણ હજી વર્ધમાનકુમારની વહ નથી આવી ને ? અમારા જીવનમાં માત્ર એ જ અભિલાષા બાકી છે. તમે હા ભણે. બાકી બધી વાતની તૈયારી છે. માતાએ કહ્યું.
માતા! પણ આવી બેટી બાબતમાં આ મહોર દુનિયામાં દરેકના જીવનમાળે જૂદા જૂદા હોય છે. કેઈ સંસારના પ્રવાહમાં ઝંપલાવે છે, કેઈ દીક્ષા ગ્રહણ કરી સંસાર તરીને બહાર આવે છે. એ સંસારથી પાર ઉતરવા તો અમારું અહીંયા આગમન થયું છે”
“ગમે તેમ હય, તમે અમારા ભક્તિમાન પુત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com