________________
(૧૩૦)
મહાવીર અને શ્રેણિ જાય છે. અરે! મનુષ્ય ભવમાં આવ્યા છતાં એટલુંય ન સમયે કે પોતાની વાતુ કઈ ને પરવસ્તુ કઈ?”
પરવસ્તુ શાની વળી? ચાલીચલાવીને કન્યાને બાપ લગ્ન કરાવી આપી કન્યાને હાથ આપણા હાથમાં સોંપી આપણને એના માલેક બનાવે, પછી એ પરવસ્તુ કેમ કહેવાય? એ તે આપણું જ થઈ. ગમે તે સમયે આપણે એને ઉપભેગ કરી શકીએ-આનંદ મેળવી શકીએ.” - “સ્વવસ્તુ કઈ અને પરવસ્તુ કઈ એ સમજવાને હજી તમને વાર છે. તમે તે અત્યારે મેહગ્રસ્ત છે. તેથી એનું તાત્પર્ય નહિં સમજાય. અરે! આ આપણું શરીર તે જ્યારે આપણું નથી, તે પણ મરણ પછી એક દિવસ આગમાં બળી ભસ્મ થવાનું છે–તો પછી સ્ત્રી પુત્રાદિક વસ્તુ એને પિતાની સમજવી એના જેવી અજ્ઞાનતા બીજી કઈ વારૂ?”
“વર્ધમાનકુમાર! એ તમારી વાત તમે સમજે. ત્યારે તમે શું આ સુંદર રાજબાળાને નહિ જ પરણે? શું તમને, પરણવાનું મન નથી થતું ?”
“જરાપણું નહિ. મને સ્ત્રીની અભિલાષા જ થતી નથી. ઇચ્છા જ નથી.”
“ત્યારે તમે શું કુંવારા રહેશે? આટલે બધે વૈભવ, એશ્વર્ય, ઠકુરાઈ છતાં તમે કુંવારા રહેશે? જીદગી કુંવારી શી રીતે પસાર કરશે? અમને સ્ત્રી વગર તે એ બધું સુનું અનુ લાગે. એ વૈભવ, એશ્વર્યમાં જરાય ચિત્ત ન લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com