________________
મહાવીર અને શ્રેણિક. આવ્યાં. તે વખતે દધિવાહનને કશુંકી રાજાએ કેદ કર્યો હતે તેને છોડી મૂક્યા. તે પણ ભગવાનનાં દર્શન કરવાને દોડી આવ્યા ત્યાં વસુમતીને જોતાં રડી પડયે. રાજાએ એના રડવાનું કારણ પૂછયું. “અરે ભદ્ર! મેં તને કેદખાનામાંથી મુક્ત કર્યો તે માટે તારે ખુશી થવું જોઈએ છતાં રડે છે કેમ?”
અરે મહારાજ ! હું શું વાત કહું? અને કેટલી કહું? આ બાળાને આપ કયાંથી જાણે? ચંપાપતિ દધિવાહન રાજાની આ રાજકુમારી! કર્મવશે આજે એ અન્યને ત્યાં દાસીપણું પામી છે, એ જાણે હું રહું છું.”
એ કંચકીનાં વચન સાંભળી કૌશંબી પતિએ કહ્યું: “ભદ્ર! શા માટે શેક કરે છે? આ કુમારીએ તે ત્રણ જગતને પૂજવા ગ્ય આ ભગવાનનો અભિગ્રહ આજે પૂર્ણ કર્યો છે. આ બાળા તે મોટી ભાગ્યવંતી છે.”
“અરે ! ધારણ તે મારી બેન થાય, તેની જ આ દુહિતા વસુમતી !” એમ બેલતી મૃગાવતી ચંદનાને ભેટી પડી. રાજાએ પોતાની ભાણેજ જાણુને પોતાને ઘેર રાખી. ભગવાન પારણું કરી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનાવહ શ્રેષ્ઠી આ બનાવથી પોતાની ચંદનાને ધન્યવાદ આપવા લા ને પેલી અનર્થનું મૂળ મૂળાને એણે ઘરમાંથી બહાર કાઢી મૂકી. દુર્થોનમાં તત્પર એવી મૂળા અનુક્રમે મૃત્યુ પામી નરક ગતિમાં ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com