________________
૪
સમ્રાટ અકબર
કર્યો હોય તો તે ઉપકારના બદલામાં મારા ઉપર આ સમયે તું એક પ્રત્યુપકાર કર; અને તે એજ કે આ તારી તીક્ષણ ધારવાળી છુરી તારા હસ્તમાં લઈ મારો વધ કર, કે જેથી મારે પિતાને આત્મહત્યા કરવાને પ્રસંગ ન આવે.” ઉક્ત સૈનિક આંખમાંથી અશ્રુ વહેવડાવીને કહેવા લાગ્યા કે –“ હજી પણ સહિસલામત નાસી શકાય એવા સંગ છે;” પરંતુ રાણી દુર્ગાવતી શું કઈ પણ કાળે યુદ્ધક્ષેત્રમાંથી નાસી છૂટવાની આજ્ઞા કરે? શત્રુને પીઠ બતાવવાનું અને યશને ભોગ આપીને જીવનરક્ષા કરવાનું શિક્ષણ રાણુને મૂળથી જ મળ્યું ન હતું. સમરાંગણમાંથી પલાયન કરવાની તેણે સાફ ના પાડી. ધીમે ધીમે રાણીનું બાકીનું સૈન્ય પણ નાસી ગયું અને એક પણ રાજપૂત યે રાણીને સહાય કરવા ઉભે રહ્યો નહિ. મોગલ સેનારૂપી સમુદ્ર હવે જોરાવર હલે કરીને રાણીને ઘેરી લેવા માંડી. રાણી પણ સમજી ગઈ, કે હવે સમસ્ત આશા અને સમસ્ત પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા છે. હવે મોગલેના હાથમાં બંદીવાન થયા વિના ચાલે તેમ નથી. બંદીવાનરૂપે જીવન વહન કરવું એમાં સાર્થકતા પણ શું છે ? આ વિચાર કરી તેણીએ હાથીના માવત પાસે જે છરી હતી તે એકાએક તેના હાથમાંથી ઝુંટવી લઈને સ્વહસ્તેજ પિતાની છાતીમાં ભૂકી દીધી ! રણક્ષેત્રમાંજ હાથીની પીઠ પર કીર્તિ અને યશની મધ્યમાં રાણી દુર્ગાવતીએ આ પ્રમાણે સ્વહસ્તેજ સદાને માટે વિદાયગીરી લીધી !
મેમની સામે ટકી શકે એવું કાઈ રહ્યું નહિ; સ્વદેશની સ્વાધીનતા અર્થે ગર્જના કરીને મોગલ સૈન્યને પાછું હઠાવે એવું કોઈ પણ રહ્યું નહિ. જે મહાશક્તિ હિંદુઓના તન-મનમાં નવું ચૈતન્ય પુરાવી રહી હતી તે મહાદેવી રાણી દુર્ગાવતી તે યુદ્ધક્ષેત્રમાં જ પ્રાણરહિત થઈ ચૂકી ! તેને સુયોગ્ય વીરપુત્ર સ્વદેશની
સ્વાધીનતા અર્થે બહાર આવ્યો; પરંતુ વિશાળ મંગલસેના સામે તે પણ વિશેષ સમય ટકી શકી નહિ. તે પણ રણક્ષેત્રમાં ઘવાયો અને મરાય. મેગલે
એ સમસ્ત પ્રદેશ ઉપર પિતાની સત્તા પ્રસરાવી દીધી. રાણી દુર્ગાવતીને અનંત રત્નભંડાર તથા અપરિમેય સુવર્ણાલંકારો મેગલેએ લૂંટી લીધા. પ્રસિદ્ધ ઇતિહાસ લેખક-સીરીસ્તા તથા ઝી શારહિન્દીએ ઉકત પુણ્યક રમણીરત્નની વીરગાથાનું પિતાના ઇતિહાસમાં વર્ણન કરી ઇતિહાસનાં પૃષ્ઠો અલંકૃત કર્યા છે. જે કિલ્લે એકવાર રાણી દુર્ગાવતીની વિદ્યમાનતામાં સર્વદા સમુજજવળ રહે તે કિલ્લે આજે કાળના પ્રબળ પ્રવાહ પાસે પરાજિત થઈને પડી ગયા છે; છતાં આજે પણુ સહસ્ત્ર હવાવડે તે ભારતલલનાનું વીરત્વ ગાઈ રહ્યો છે. જે પવિત્ર સ્થળે રાણીએ પ્રાણત્યાગ કર્યો હતો તે સ્થાને આજે પણ તેની પવિત્ર સમાધિ દષ્ટિગેચર થાય છે. આ સમાધિ જબલપુરથી ૧૨ માઈલના અંતરે આવેલી છે. મધ્યભારતના રહેવાસીઓ આટલા લાંબા કાળે પણ ઉકત સમાધિ પાસે ભક્તિપૂર્ણ
** www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat