________________
સમ્રાટ અકબર
થર સમ્રાટ દિલ્હીની ગાદીએ વિરાજતું હતું, તેણે પોતાની અસાધારણ પ્રતિભાના બળથી ઉક્ત સત્ય શોધી કાઢ્યું હતું. એટલાજ માટે સમસ્ત ભારતવર્ષને એકછત્રતળે લાવી, સ્થાયી શાંતિ સ્થાપન કરવાને, સમાનતા અને સ્વતંત્રતાના હક્ક આપવાને અને એક ધર્મ તથા ભ્રાતૃભાવદ્રારા ભિન્ન ભિન્ન જાતિઓને એકત્રિત કરવાનો તેણે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, એમ આપણે જોઈ શકીએ છીએ. અકબરની રાજ્યવિસ્તાર સંબંધી નીતિ, શાસનનીતિ, ધર્મનીતિ તથા સમાજનીતિ ઈત્યાદિ સમસ્ત કાર્યો એકમાત્ર રવદેશહિતૈષિતાની વૃત્તિમાંથીજ ઉદ્દભવતાં હતાં.
આ સ્થળે કોઈને એવી શંકા થશે કે જેણે અનેક પ્રદેશની સ્વાધીનતા ઉપર ત્રાપ મારી છે, તે રાજા વળી સ્વદેશહિતૈષી કેવી રીતે હોઈ શકે? એક સમાજ અથવા એક જાતિને તૈયાર કરતી વેળા અનેક વ્યક્તિગત અધિકારોને કિવા અનેક સ્વાર્થોને ભોગ આપવો પડે છે. જે વ્યક્તિગત સ્વાર્થનું બલિદાન આપવામાં ન આવે તે એક સમાજ કે એક પ્રજા કદિ પણ તૈયાર થાય નહિ. ત્યાગ સ્વીકાર્યા વિના કોઈ પણ કાળે ઐય કિંવા સંપ થઈ શકે નહિ. સ્વાર્થની આહુતિ આપ્યા વિના દેશહિતને યજ્ઞ સંપૂર્ણ ફળપ્રદ થાય નહિ. લાંબાં તૃણ એકત્ર કરીને એક રસી બનાવવાથી જ તે તૃણ બળવાન બની શકશે, પણ એથી પ્રત્યેક તૃણની લંબાઈ ન્યૂન થયા વિના રહેશે નહિ; એ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. પ્રત્યેક તૃણ જે પિતાની દીર્ધતાને થોડે ઘણે ભાગ ન આપે તે તે રસીના આકારમાં બળવાન રૂપ ધારણ કરી શકે નહિ. વ્યક્તિભાવે વિચાર કરતાં સ્વદેશહિતની ખાતર ભોગ આપ પડવામાં ખોટ જેવું બેશક જણાશેજ; પરંતુ વ્યક્તિગત સ્વાર્થભાવને તિલાંજલિ આપી પ્રજાકીય હિતની દૃષ્ટિથી જોશે તે તમને અકબરના સામ્રાજ્યમાં અનેક પ્રજાકીય શુભ કાર્યો પ્રત્યક્ષ થયા વિના નહિજ રહે, એમ અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ. અલબત્ત, અકબરના સામ્રાજ્ય સમયે પ્રત્યેક પ્રદેશને થોડો ઘણો ભોગ આપવો પડે અને તેથી વ્યક્તિગત ભાવે પ્રત્યેકને થોડું-ઘણું સહન કરવું પડયું હતું; પણ અકબરની ઉદાર રાજનીતિના પ્રતાપે પ્રજાકીય કલ્યાણનાં કેટલાં બીજે વવાયાં હતાં, તેને કઈ તેલ કરી શકે તેમ છે ? “ અંગ્રેજ પ્રજાએ બળથી કે કુશળતાથી સમસ્ત ભારતવર્ષને એકછત્રમાં ન આ હેત તે પણ અનેક વિષયમાં આપણે આપણું હિત સાધી શકયા હત” એ વાત એક ક્ષણવારને માટે કદિ માની લઈએ તે પણ એટલું તે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી જ કે અંગ્રેજોએ જે આ દેશનું રાજતંત્ર પિતાના હાથમાં ન લીધું હેત તે ભારતવર્ષની સાધારણ ઉન્નતિમાં પગલે પગલે અંતરાય નડ્યા વિના રહેતી નહિ. અંગ્રેજી ભાષાના પ્રતાપે, પાશ્ચાત્ય જગતની સ્વદેશહિતૈષિતાને વિજળીક પ્રવાહ જે આ વિશાળ દેશમાં ન આવ્યું હેત અને પ્રત્યેક વ્યક્તિની નસમાં જે એની અસર ન થઈ હોત તો આજે આપણે આ અપૂર્વ નવીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com