________________
૫૮
સમ્રાટ અકબર
હ, એમ કહીએ તે તે અયોગ્ય નથી. તેની પ્રશ્ન પૂછવાની ઢબ પણ એવા પ્રકારની હતી કે તેથી નવા આગંતુકને ઉત્સાહ તથા આનંદ થયા વિના રહે નહિ. તેનામાં અભિમાન કે ગર્વને લેશ પણ નહિ જોવાથી નૂતન પ્રેક્ષકો સર્વ પ્રકારની હકીકત નિખાલસપણે સમ્રાટને નિવેદન કરતા. વસ્તુતઃ અકબરમાં મધુરતાનું કોઈ એવું અદ્ભુત આર્કષણ હતું કે તેની પાસે એકવાર ગયા પછી અને તેની સાથે એકવાર વાર્તાલાપ કર્યા પછી કોઈને પણ આશ્ચર્ય થયા વિના રહેતું નહિ. એટલું જ નહિ પણ તેને હમેશને માટે અકબર જેવા સમ્રાટની સેવામાં રહેવાની પણ ભાવના થઈ આવતી.
ત્યારબાદ સમ્રાટે અનેક પ્રકારનાં રાજકા હાથમાં લીધાં. છેલ્લા નિર્ણયને " માટે જે કેસે મુલતવી રહ્યા હતા, તેને નિષ્પક્ષપાતપણે તેણે ફેંસલો કરવા માંડે. અનેક ન્યાયપ્રાણીઓને ન્યાય આપી અને અનેક રંકજનોને ઇચ્છિત સહાયતા આપી પિતાનું નિત્યકર્મ સંપૂર્ણ કર્યું. અનેક શતાબ્દીઓ પછી ધની અને દરિદ્ર, હિંદુ અને મુસલમાન, એ સર્વને ધર્મના કે જાતિના ભેદભાવ વગર અદલ ઈન્સાફ મળતા જેઈ સર્વ પ્રજા સંતુષ્ટ થાય એ સ્વભાવિક જ છે. મભૂમિની વેદનાઓથી કંટાળી ગયેલે મનુષ્ય કુબેરની મનોહર પુષ્પવાડીમાં પ્રવેશ કરી ત્યાંનું રમણીય દશ્ય જોઇને આનંદમુગ્ધ થાય, તેવી રીતે લાંબાકાળથી પીડા પામતા ભારતવાસીઓ, સમ્રાટ અકબર જેવા સર્વપ્રિય મહાન સમ્રાટને જોઈ આનંદ પામે, એમાં પૂછવું જ શું ? ક્રમે ક્રમે બપોરની નેબત રાજપ્રાસાદ ઉપર ગઈ ઊઠી. સભા બરખાસ્ત કરવાનો સમય આવી પહોંચ્યા. સમ્રાટે ધર્મચર્ચા માટે જે અનેક બ્રાહ્મણ, બ્રહો, મુસલમાને તથા ક્રિથીઅોને લાવ્યા હતા, તેમને પિતાનું આતિથ્ય સ્વીકારવાની પ્રાર્થના કરી, સાયંકાળે એબાદતખાનામાં હાજર થવાની વિનતિ કરી. નવા ધમાચાર્યોની આગતા-સ્વાગતા માટે પિતાના ખાસ અધિકારીઓને ભલામણ કરી અકબર સભામાંથી વિદાય થશે. સભાસદો પણ પોત-પોતાના ગૃહ તરફ જવા રવાના થયા. રાજદરબારમાંથી નિવૃત્ત થયા પછી અકબરે પીડિત, દુઃખી અને દરિદ્ર મનુષ્યની મુલાકાત લીધી. દવાની જરૂર હોય તેમને દવા, ધનની જરૂર હોય તેમને ધન તથા આશ્રયની જરૂર હોય તેમને આશ્રય આપી રેક મનુષ્યોની હૃદયની આશિષ લીધી ! દીન અને રંક જનની સેવા, એ પણ અકબરનું એક મુખ્ય કર્તવ્ય હતું. ત્યારબાદ સમ્રાટ અંતઃપુર તરફ પગલાં કર્યાં.
હિંદુ રાજા હિંદુસૈન્યને લઈને અંતઃપુરની રક્ષા કરે છે, અંત:પુરના બહારના દરવાજા પાસે કાવર દેખાવના ખજાઓ પોતાને પ્રતાપ વિસ્તારે છે, અંતઃપુરના અંતભાગમાં સાહસી રમણીઓ પહેરાનું કાર્ય કરી રહી છે ! શહે
નશાહના અંતઃપુરમાં પુરુષોને પ્રવેશ કરવાની સખત મનાઈ છે, પરંતુ અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com