________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
કહીએ તે અયોગ્ય નથી. તે સરોવરના તીરપ્રદેશ ઉપર ત્રણ તરફ બાંધેલા ઘાટે આવી રહેલા છે. તીરભૂમિ ઉપર અનેક મંદિર છે. સરોવરની મધ્યમાં પણ એક સુંદર મંદિર છે અને એ મંદિરથી કિનારા પર્યત પથ્થરને એક સુંદર પૂલ બધેિલે છેપરંતુ કાળધર્મને લીધે તે મંદિર તથા પૂલ બહુજ જીર્ણશીર્ણ થઈ ગયાં છે. આ સરોવરમાં આવેલા મંદિરની સાથે અમૃતસરના સરેવરમાં આવેલા મંદિરની કેટલાએક સરખામણી કરે છે, પણ અમે તેમાં સંમત થઈ શકતા નથી. કુરુક્ષેત્રનું આ ચતુષ્કોણ અને મેટું સરોવર કે જેની તરફ સંગે મરમરથી બાંધેલી પગથીઓ શોભી રહી છે અને જેની તીરભૂમિ પણ એજ પથ્થરની બનેલી છે, તેની તુલના અન્ય કોઈ સરવર સાથે થઈ શકે તેમ નથી. આ સુંદર સરોવરની મધ્યમાં આવેલું બે માળવાળું સંગેમરમરનું મંદિર પણ એટલું તે આકર્ષક અને મનોરંજક છે કે અમે તેની તુલના અમૃતસરના મંદિરની સાથે કરી શકતા નથી. આ મંદિરને ઉપલે ભાગ, કાશીના વિશ્વેશ્વરના મંદિરની માફક સોનાનાં પતરાથી આવૃત થયેલ છે. તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણે પડે છે ત્યારે તેની મા અપૂર્વ રૂપ ધારણ કરે છે. વળી ઉક્ત મંદિરથી લઈને તે તીરપર્યત પૂલ પણ શ્વેત મરમરને છે. જળાશયની ચોતરફ આવી રહેલા સ્થાને જાણે ગગનને સ્પશી તેની સાથે વાત ન કરી રહ્યાં હોય એમ લાગ્યા વિના રહેતું નથી. આ અનુપમ શોભા કુરુક્ષેત્રમાં ન હોત અને કેવળ કુરુક્ષેત્રનું મેદાન જ જેમનું તેમ રહી ગયું હેત, તો પણ અમે કહીએ છીએ કે અમૃતસરના મંદિર કરતાં સેંકડો અને હજારો દરજજે તે વિશેષ દર્શનીય છે. આ ક્ષેત્રમાં ઉભા રહેવાથી ભૂતકાળની કેટલી વિષાદય સ્મૃતિઓ અને અતીત દુઃખની કહાણીઓ હૃદયમાં ઉભરાઈ આવે છે. તમે કહેશો કે દુઃખની કહાણીઓમાં કિંવા વિષાદના સ્મરણમાં એટલું બધું શું મહત્વ છે કે તેનું તમે આ પ્રમાણે યશોગાન કરે છેઅમે કહીએ છીએ કે દુઃખની સ્મૃતિ મનુષ્યને રહેતી ન હેત, તે તે પોતાની આત્મોન્નતિ કરવાને કદાપિ તત્પર થાત નહિ; અર્થાત દુઃખમય સ્મૃતિજ મનુષ્યના હદયમાં નવું બળ અને નવું ચૈતન્ય જાગૃત કરે છે અને એટલાજ માટે આ ભીષણ જણd ક્ષેત્ર પણ અમને તીર્થસ્વરૂપ લાગે છે! આ કુરુક્ષેત્ર કે જ્યાં આગળ સેંકડો વીરપુરુષો પિતાનું વીરત્વ દર્શાવી ગયા છે, તે કુરુક્ષેત્ર આજે ભયંકર અને ઉજજડ મેદાન જેવું આપણને પ્રત્યક્ષ થાય છે! આ ભયંકરતા અને નિર્જનતા જેવાથી હૃદયમાં શું શું ભાવ ઉછળી આવે છે તેનું વર્ણન કરવાને આ ગ્ય સ્થાન નથી, એમ ધારી અમારે મોને રહેવું પડે છે. કુરુક્ષેત્ર આજે ગંભીર ખેદ અને શેકમાં સૂતું છે ! અમે જ્યારે આ ભીષણ મેદાનમાં એકવાર ખેદની સ્મૃતિને સાથે લઇને ફરી રહ્યા હતા ત્યારે અમને કુરુક્ષેત્રે કહ્યું હતું કે “અનેકાનેક વીર અને પરાક્રમી
પુરુષોનું વીરત્વ તથા પરાક્રમ મેં મારી નજરોનજર જોયું છે! હવે એવું વરShree Suceara wami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com