________________
અધપતન
બહુ સહેલાઇથી સફળતા પ્રાપ્ત કરી શક્યા હોત. તૈમુરની સેનાએ ધર્મ, જાતિને કે ઉંમરને કાંઈ પણ વિચાર નહિ કરતાં જેમ આવે તેમ કતલ ચલાવવા માંડી ! મુડદાંઓના ઢગલાઓથી રાજમાર્ગો બંધ થઈ ગયા ! રોમાંચ ઉભા કરે તેવા આ જુલમનું સંપૂર્ણ વર્ણન અમે આપી શકીએ તેમ નથી. માત્ર કપનાવડેજ તેને યથાર્થ ખ્યાલ આવી શકે તેમ છે.” મુસલમાન ઐતિહાસિકાના મત પ્રમાણે તૈમુરલંગે માત્ર દીલ્હીમજ એક લાખ હિંદુઓની હત્યા કરી હતી. આ વાત, ૯૫નામિશ્રિત કિવા અસંભવિત હોય એમ માનવાનું કારણ નથી, જે દેશની પ્રજા યોગ્ય સમયે પિતાના સ્વદેશના રક્ષણને માટે પિતાનું રુધિર વહેવડાવી શકતી નથી, અને જેઓ સ્વર્ગથી પણ અધિક મહિમામયી જન્મભૂમિની ઉપેક્ષા કરી પિતાના સ્વાર્થી સુખ અને વિલાસવૈભમાં જ તલ્લીન રહે છે, તે પ્રજા આવાં દુઃખ, દુરાચારો તથા અન્યાય સહન કરે એમાં આશ્ચર્ય નથી. કરેલાં કર્મને બદલે મળ્યા વિના રહેતો નથી. જે દેશની સમસ્ત પ્રજા કેવળ વર્તમાનનો જ વિચાર કરી વિલાસી અને કામળ પ્રકૃતિની બની જાય છે તે દેશની પ્રજા ઉપર નિબુર લૂંટારાઓ અનાયાસે ફાવ્યા વિના રહેતા નથી. તૈમુરલંગને અન્યાચાર શું સૂચવે છે ? દીલ્હીના અધિવાસીઓ જે પિતાની સ્વાથી ભાવનાઓને એક બાજુએ મૂકી દઈ કલેશ-કંકાસને તિલાંજલિ આપી એકત્ર થઈ શક્યા હત, તે શું તૈમુરની સેના આટલે જુલમ ગુજારી શકત? કોઈ પણ દેશની પ્રજા
જ્યારે વર્તમાન સુખને તુચ્છ ગણી કાઢી ભવિષ્ય તરફ દૃષ્ટિ કરે છે, અને ભય કિંવા ચિંતાને મન તળે કચરી કેવળ પિતાનું કર્તવ્ય બજાવવા તૈયાર થાય છે, ત્યારે ગમે તેવા પ્રબળ શત્રુને પણ તેનાપર અન્યાય કે અત્યાચાર કરે ભારે પડે છે; કારણ કે તે પ્રબળ શત્રુ પ્રત્યક્ષ જોઈ શકે છે કે અત્યાચાર અને અન્યાયને બદલો કદાપિ મળ્યા વિના રહેશે નહિ, પરંતુ ભારતવાસીઓ નિઃસ્વાર્થભાવે એકત્ર થઈ શક્યો નહિ, સ્વદેશરક્ષા પાસે પિતાના રવાથી વિચારોને વિસરી શક્યા નહિ. પરિણામ તેનું એજ આવ્યું કે તેઓ નિત્ય ઉત્તરમાંથી આવતા વદેશી શત્રુઓના પગની લાતે સહન કરતાજ રહ્યા ! અને સહન કરવા છતાં તેમના પગને ચાટતાજ રહ્યા !
તૈમુરલંગ પિતાની પાછળ ભારતમાં મહામારી, દુર્મિક્ષ તથા અરાજકતાને ઉત્તરાધિકારીરૂપે નિમી, અપરિસીમ ધનરત્ન તથા અસંખ્ય કેદીઓને સાથે લઈ સ્વસ્થાને ચાલે ગયે. તેની સાથે પઠાણશક્તિ પણ ભારતમાંથી અંતહિત થઈ. છતાં પઠાણુ રાજાઓએ હિંદુ પ્રજા પ્રતિ નિષ્ફર જુલમ ગુજારો બંધ કર્યો નહતો. સમ્રાટ સિકંદર લેદીએ હિંદુઓનાં દેવમંદિર તેડવાનું અને મૂર્તિઓ નષ્ટ કરવાનું હજી પણ ચાલુજ રાખ્યું હતું. તેણે હિંદુઓને તીર્થયાત્રાએ જવાની તથા ગંગામાં સ્નાન કરવાની ખાસ મનાઈ કરી હતી. એક બ્રાહ્મણ એક સમયે કોઈને એવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com