________________
પડદો પડયે ! (ખેલ ખલાસ!)
૩૩૩
અફીણું ચીનાઓની માફક હિંદુઓ પિતાના ભૂતકાળના સુંદર સ્મરણરૂપી ફાટયાં-તૂટયા તકિયાને અઢેલી, શુષ્ક અને ફિક્કા શરીરને ગમે તે પ્રકારે જાળવી રાખી, મોજશોખરૂપી હો હાથમાં લઈ, ખેદરૂપી અફીણનું ધૂમ્રપાન કરી, દીર્ધદષ્ટિ ગુમાવી બેસી અને કર્તવ્યાકર્તવ્યને એક બાજુએ મૂકી રાખીને વર્તમાન સુખની ગુલાબી નિદ્રામાં પડયા પડયાવિચાર કરે છે કે, અધઃ પતિત પ્રજાઓ તે હમેશાં પડી પડી જ આગળ વધે છે. તેમને પ્રયત્ન કે પરિશ્રમ કરવાની જરૂર રહેતી નથી ! હિંદુઓ જેસર ચાલી જતી આગગાડી સામે દૃષ્ટિ કરી વિચારે છે કે, આ આગગાડી તે જ્યાં ઉભી હતી, ત્યાંજ ઉભી રહી છે! વસ્તુતઃ આપણેજ દેડીએ છીએ ! આગગાડી દોડી રહી છે, એ વાત તેમને પુનઃ પુનઃ સમજાવવા છતાં તેઓ સમજતા નથી ! જાગૃત થવા સંબંધી તથા ઉડીને કામ કરવા સંબંધી અપાત પ્રત્યેક ઉપદેશ નિષ્ફળ થાય છે ! આસપાસના દેશે કેટલી ત્વરાથી ઉન્નતિ કરતા જાય છે, તેની તેઓ પરવા રાખતા નથી !
યુરોપના પરિવર્તનરૂપી ઉદ્દામ અશ્વ ઉપર સ્વાર થઈ, યુક્તિની લગામ પકડી, અશ્વને વશીભૂત કરી, માત્ર પચાસ વર્ષમાંજ જાપાને ઉન્નતિના શિખરે કેવી રીતે આરહણ કર્યું અને આજે તે યુરેપની સાથે હરિફાઈ કરવાને કેવી રીતે તૈયાર થયું, એ વાત તે હિંદુઓના સમજવામાંજ હજીસુધી આવી શકી નથી. દેવ અને દાનવોની ઉત્પત્તિ થઈ ચૂકી છે. તપસ્વીઓના સુંદર તથા શાંતિમય તપોવનમાંથી હાહાકારના શબ્દો નીકળી રહ્યા છે. ઋષિ વિશ્વામિત્ર આતુર દષ્ટિથી વિરવર રામની રાહ નિહાળી રહ્યા છે. ધર્મ તથા સ્વદેશહિતૈષિતા, પાશ્ચાત્ય જ્ઞાન તથા પર્વાત્ય સભ્યતા અને પરિવર્તન તથા યુતિની આંતરિક મૈત્રીવિના તેમજ સ્વાર્થપરાયણતાના ત્યાગવિના હજી પણ આત્મોન્નતિ થાય એવી આશા રાખવી નિષ્ફળ છે. હવે હાથ ઉંચા રાખીને બેસી રહેવાથી, નગ્નદેવે ધૂણી તાપવાથી તથા ઉદાસીનપણે વિહરવાથી દેશનું મંગળ થઈ શકે તેમ નથી. અનુકૂળતારૂપી સમયપ્રવાહમાં આપણી નૈકા તણાવા લાગી છે. હવે બેસી રહેવાથી લાભ નથી, નૈકાને લક્ષ્યસ્થળે લઈ જવાનો પ્રયત્ન કરે, આત્મબળદ્વારા આત્મોન્નતિ સાધવાને પ્રયત્ન કરે. પ્રયત્ન નહિ કરે તે નાકા તણાવા લાગી છે તે તો તણાયેજ જશે. પણ જે સ્થળે પહોંચવાની ભાવના છે. તે ભાવના સફળ થશે નહિ. કદાચ સફળ થવાનું ભાગ્યમાં લખાયેલું હશે, તોપણ બહુ લાંબો કાળ પસાર થઈ જશે. પ્રયત્ન કરે. કેણુ જાણે પાછળથી ભારતના ગ્રીષ્મ–આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવે અને તેફાની વાયુ વહેવા લાગે તે પછી આપણી નૈકાનું શું થાય ? નૂતન આપત્તિના ભય વગર નૈકા જ્યારે ચાલી રહી છે તો પછી પ્રમાદ સામાટે કરે ? આ સમયે જે પ્રમાદ કરવામાં આવશે તે પછી ભારતની આશા તથા
શહા, કાળના મહાસાગરના તળીયે નહિ પહોંચે તેની શું ખાત્રી? Shree Sudharmaswami Gyanbhartuar-umarasurate www.umaragyanbhandar.com