________________
પડદા પડયે ! (ખેલ ખલાસ!)
૩૨૯
પણ સામાન્ય હિંદુસમાજે તેમને કર્તવ્યના માર્ગે દોરી જવાનું શામાટે ન ધાર્યું ? જે હિંદુ જનસમાજે પ્રથમથી જ રાજ્યસંબંધી વ્યવસ્થાનો બરાબર અને ભ્યાસ કર્યો હોત, રાજનૈતિક કેળવણી જે તેમને આપવામાં આવતી હેત અને સર્વથી અગત્યની વાત એ જ છે કે જે તેઓ અણીના પ્રસંગે એકસંપ થઈ શક્તા હત, તે તેઓ પોતાના રાજાને કર્તવ્યના માર્ગે ખેંચી જવામાં સમર્થ થઈ શક્યા હેત. કઈ કહેશે કે તેઓ શા માટે એકસંપ થઈ શક્યા નહિ? શામાટે તેઓ અમેરિકાની માફક સંમિલિત થઈને અતિ શ્રેયસ્કર માર્ગે પ્રવર્યા નહિ? યૂરેપમાંથી રશિયાને પ્રદેશ બાદ કરવામાં આવે અને બાકી જેટલે ભૂભાગ (જમીન) રહે, તેટલાજ વિસ્તારવાળે આ ભારતવર્ષ છે. વર્તમાન સમયે અતિ ઉદાર તથા સુશિક્ષિત ગણાતી અંગ્રેજ પ્રજા, કૅય પ્રજા તથા જર્મન પ્રજા અનેક પ્રયત્ન કરવા છતાં જે કારણે સંમિલિત થઈ શકતી નથી, તે જ કારણે ભૂતકાળમાં ભારતવર્ષની વિવિધ પ્રદેશવાસી પ્રજા સંમિલિત થઈ શકી નહોતી. ભિન્ન ભિન્ન રા,ભિન્ન ભિન્ન ભાષાઓ, ભિન્ન ભિન્ન જાતિઓ, ભિન્ન ભિન્ન ધર્મો તથા ભિન્ન ભિન્ન નીતિ-રીતિઓ એ સર્વ સંપમાં–સંમિલનમાં મહા અંતરાયરૂપ થઈ પડયાં હતાં. તે ઉપરાંત કેટલાક અપમતિના મનુષ્યો એક પ્રાંતની પ્રજાને પિતાના કરતાં છેક અધમ ગણી કહાડતા હતા અને તેમના ધર્મ તથા આચારની ખુલ્લેખુલી નિંદા કરતા હતા. હજી પણ અનેક પ્રદેશમાં થોડેઘણે અંશે એવી સ્થિતિ વર્તમાન છે. પ્રત્યેક પ્રાંતના મનુષ્ય પોતાના ધર્મ તથા આચારને ઉત્તમ માની બેસી રહેતા હતા તે તેથી દેશને કાંઈ હાનિ થાત નહિ; પણ ખેદની વાત તો એટલીજ છે કે તેઓ અને ન્યને પિતના કરતાં બહુજ નીચ અને દુરાચારી માનવાને દેરાઈ ગયા હતા. વળી તે સમયે ભારતના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવ-જા કરવાનું કામ અત્યાર ના જેવું સરળ તથા સહીસલામત નહોતું. એક પ્રદેશનાં અસંખ્ય મનુષ્યોને અન્ય પ્રદેશવાસીઓ સાથે મળવાને તથા વિચારોની અદલાબદલી કરવાનો પ્રસંગજ મળતો. નહોતે, એમ કહીએ તે પણ અયોગ્ય નથી. મતલબ કે તેમને એક પ્રજાકીય જાતિતરીકે તે સમયે કશે ખ્યાલ નહોતે. આ સઘળાં કારણોને લીધે ભારતવર્ષની ભિન્ન ભિન્ન પ્રદેશવાસી પ્રજા સંમિલિત થઇ શકી નહોતી. સંપના સૂત્રથી બરાબર આબદ્ધ થઈ શકી નહોતી.
અમુક અમુક પ્રદેશના હિંદુઓજ પિતતામાં એકસંપ કેમ ન કરી શક્યા ? વર્તમાનકાળે બજારમાં કે મેળામાં જ્યારે એકાદ હિંદુ કોઈ મુસલમાન ઉપર હલ્લો કરે છે, ત્યારે સમસ્ત મુસલમાને પોતાના એક જાતિબંધુને સહાયતા આપવા કેવા આગળ દોડી જાય છે પણ જ્યારે સંખ્યાબંધ મુસલમાને એકાદ હિંદુ ઉપર ધસી આવે છે, ત્યારે શું આસપાસ ઉભેલા હિંદુઓ પિતાના જાતિબંધુને સહાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com