________________
પડદા પડે! (ખેલ ખલાસ!)
૩૨૫
સુધીમાં, ગવર્નમેંટના હિસાબ પ્રમાણે દુકાળ અને તેના જેવા અન્ય ઉપદ્રવને લીધે પ્રત્યેક વર્ષે સરેરાશ ૫ લાખ મનુષ્યો મરણ પામી ગયાં છે. (મૃત્યુ પામાં છે. )” જે આ હિસાબ પ્રમાણિક હેાય તે છેલ્લા ૪૭ વર્ષમાં ૨ કરોડ ૩૫ લાખ મનુષ્યો ભૂખમરાને લીધે મુએલાં હોવાં જોઈએ. ડિમ્મી સાહેબ વધારામાં જણાવે છે કે –“ઉપર જે મૃત્યુસંખ્યા ગણાવી તેમાં વર્તમાન સમયે તે ઘણેજ વધારો થયો છે.” તેમના મત પ્રમાણે છેલ્લા એક દસકામાં દેઢ કરોડ માણસે અન્ન-વસ્ત્રના અભાવે તથા તેના જેવા બીજા ઉપદ્રવને લીધે મૃત્યુને આધીન થયાં છે. આ હિસાબ પ્રમાણે જોઈએ તે વર્તમાન સમયે પ્રત્યેક વર્ષે સરાસરી ૧૫ લાખ માણસે ઉપર કહેલાં કારણને લીધે પંચત્વ પામતાં હોય તેમાં નવાઈ નથી !
બીજી તરફ ઈસ. ૧૮૩૪-૩૫ થી લઈ ઈ. સ૧૮૯૮ સુધીમાં એક હજાર કરોડથી પણ અધિક રૂપિયા ભારતવર્ષમાંથી ખેંચાઈ ગયા હતા. અંગ્રેજી રાજ્યની શીતળ છાયા નીચે હજીપણ પ્રત્યેક વર્ષે ૪૫ કરોડથી અધિક રૂપિયા ભારતવર્ષમાંથી બહાર ખેંચાઈ જાય છે. યુરોપિયને એ આ દેશમાં પગ મૂક્યો ત્યારથી લઈને તે આજપર્યત કેટલું નાણું ભારતવર્ષમાંથી, ઉપર કહ્યું તે પ્રમાણે ચાલ્યું ગયું હશે, તેને એકવાર વિચાર કરે. ભારતની કંગાલિયતનું કિંવા દરિદ્રતાનું એ પણ એક કારણ છે, એમ અનેક અંગ્રેજો કબૂલ કરે છે. એ એક પર્વત જેટલું હિંદનું નાણું જે હિંદના હુન્નર ઉદ્યોગને ખીલવવા માટે જ વપરાયું હતું, તે આ દેશની આર્થિક અવસ્થા કેટલી બધી ઉન્નત થઈ શકી હેત? તેમ નહિ થવાથી આજે ભારતવર્ષની મૂળ સ્થિતિમાં કેટલે બધે ફેરફાર થઈ ગયો છે !
મુસલમાન રાજાઓ પૂર્વે જે નાણું ભારતવાસીઓ પાસેથી એકઠું કરતા તે નાણું પુનઃ ભારતવર્ષની અંદરજ ખર્ચાઈ જતું હતું; તેથી હિંદનું ધન હિંદની બહાર જઈ શકતું નહિ; અર્થાત પૂર્વે હિંદનું ધન હિંદમાંજ રહેતું. આ સર્વ બાબતને વિચાર કરવાથી કોઈ પણ સહૃદય હિંદીનું અંતઃકરણ ઉકળ્યા વગર રહેશે નહિ; અસ્તુ. આસપાસની સઘળી સ્થિતિને વિચાર તથા તુલના કરવાથી એટલું તે કહી શકાશેજ કે વર્તમાન સમય કરતાં સમ્રાટ અકબરના સમયમાં ભારતવાસીઓને અન્ન-વસ્ત્રનું બહુજ અપ કષ્ટ હતું. - સ્વજાતિને પ્રસંગોપાત સાવધ બનાવવાની ભાવનાથી ટૌડ સાહેબ પિતાના ગ્રંથમાં લખે છે કે-“મોગલ સામ્રાજ્યનું પતન શામાટે થયું તેના ઉત્તરમાં અનેક કારણે રજુ કરી શકાય તેમ છે. આ કારણે વિષે વિચાર કરવાથી આપણુને ઘણો કિંમતી રાજનૈતિક ઉપદેશ પ્રાપ્ત થઈ શકે છે. પ્રથમ ઉપદેશ તે તેમથી એજ મળે છે કે, નૈતિક બળ અદશ્ય થવા છતાં તેની અસર લાંબા સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com